Sat. Oct 5th, 2024

ગુજકેટ પરીક્ષા / ધો. 12 ના વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર, પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ જાહેર

ગુજરાત બોર્ડ દ્વારા ધો.12ના ટૂંક સમયમાં પરિણામો જાહેર કરવામાં આવશે. ગુજકેટની પરીક્ષાનું ફોર્મ ભરવાની પ્રક્રિયા પહેલાથી જ શરૂ થઈ ગઈ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ડીગ્રી એન્જિનિયરિંગ, ડીગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા A,B અને AB ગ્રુપના વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે ગુજકેટ 2021ની પરીક્ષાની માહિતી પુસ્તિકા તેમજ ઓનલાઈન ફોર્મ ભરવાની સૂચનાઓ પણ www.gseb.org પર મૂકવામાં આવી છે.

 

તારીખ 23 થી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે

ઉમેદવારો બોર્ડની વેબસાઇટ www.gseb.org અને gujcet.gseb.org થી 23 જૂનથી 30 જૂન, 2021 સુધી ગુજકેટ -2021 પરીક્ષા ફોર્મ ભરી શકશે. આ માટે ઉમેદવારે પરીક્ષા ફી રૂ. 300. જે ઓનલાઇન અથવા દેશની કોઈપણ એસબીઆઇ શાખાની મુલાકાત લઈને ભરી શકાય છે.

 

Related Post

Verified by MonsterInsights