ગુજરાતભરમાં ગણેશ ઉત્સવ ઉજવણી, ઘર આંગણે જ થઈ રહ્યું છે વિસર્જન

169 Views

ગુજરાતભરમાં ગણેશ ઉત્સવ દરમ્યાન મોટાભાગે ભાવિકો એ ઘરે જ વિસર્જન કર્યું હતું અને કોરોનાની ગાઈડલાઇનનું પાલન કર્યું હતું. આ વખતે સાર્વજનિક ઉત્સવ પર પ્રતિબંધ હોવાથી અમદાવાદ, વડોદરા, રાજકોટ,સુરત સહિત નાનામોટા શહેરો અને ગામોમાં ગણેશજીનું મોટાભાગે ઘરે જ સ્થાપન કરવામાં આવ્યુ હતુ અને 10 દિવસ દરમ્યાન શહેરીજનો પોતાના ઘરે જ વિસર્જન કરી રહ્યાં છે. કોઈક કૂંડામાં તો કોઈક મોટા ટબમાં વિસર્જન કરી રહ્યા છે.

ચાલુ વર્ષે શ્રીજીની 95 ટકા કરતાં વધારે મૂર્તિઓ ઈકોફ્રેન્ડલી તૈયાર થઈ છે ત્યારે સમગ્ર ગુજરાતમાં લોકોએ પોતાના ઘરે જ પરિવાર સાથે આ વિસર્જનમાં જોડાયા હતા, કોઈકે માટીના ગણેશ તો કોઈ કે ચોકલેટના ગણેશજી તૈયાર કરીને દૂધમાં વિસર્જિત કર્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *