હવામાન વિભાગની  આગાહી અનુસાર, ગુજરાત રાજ્યમાં આગામી 2 દિવસ એટલે કે 14 અને 15 જુલાઈએ સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળશે. નોંધનીય છે કે, વોલમાર્ક લો પ્રેશર હોવાથી રાજ્યમાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે. 15 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજના દિવસની વાત કરીએ તો, જૂનાગઢ, ગીરસોમનાથ, નવસારી, ડાંગ અને વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાારે અમરેલી, ભાવનગર, સુરત, તાપી અને નર્મદામાં ઓરેન્જ એલર્ટ તેમજ કચ્છ, જામનગર, રાજકોટ, ભરૂચ, વડોદરા, આણંદ, પંચમહાલ, છોટાઉદેપુર, સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી અને દાહોદમાં યલો એલર્ટ અપાયું છે.

મહત્વનું છે કે, ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે. આ ઉપરાંત અમરેલીમાં બે દિવસ શાળા-કોલેજો બંધ રાખવા માટેની સૂચના આપવામાં આવી છે.

By Jantanews360 Team

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published.

You cannot copy content of this page