ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 455 કેસો નોંધાયા છે અને સામે 1063 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 2,34,501 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. અત્યાર સુધીમાં થયેલા કુલ રસીકરણની વિગતો નીચે મુજબ છે.
રાજ્યમાં કોરોનાના કારણે વધુ 6 દર્દીના મોત થતાં કુલ મૃત્યુઆંક 9997 પર પહોંચ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 800075 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. કુલ એક્ટિવ કેસો 10249 છે જેમાં 253 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 9996 દર્દીઓ સ્ટેબલ છે.
ગુજરાતના મોટા શહેરોમાં કોરોનાના કેસોની સ્થિતિ પર નજર કરીએ તો છેલ્લા 24 કલાકમાં સુરતમાં 71, અમદાવાદમાં 54, વડોદરામાં 41, રાજકોટમાં 22 નવા કેસો નોંધાયા છે. અન્ય શહેરોમાં કોરોનાના કેસોની સ્થિતિ પર નજર કરીએ તો નવસારીમાં 17, જુનાગઢમાં 15, ગીર સોમનાથમાં 14, ભરૂચમાં 11, કચ્છમાં 10, અમરેલી અને જામનગરમાં 9, પંચમહાલ અને વલસાડમાં 8, મહેસાણામાં 7, બનાસકાંઠા અને દેવભૂમિ દ્વારકામાં 6, ખેડા-પોરબંદર-સાબરકાંઠામાં 5, આણંદ અને ગાંધીનગરમાં 4, મહીસાગર-પાટણ-સુરેન્દ્રનગરમાં 3, અરવલ્લી અને તાપીમાં 2, બોટાદ અને નર્મદામાં 1 કેસ નોંધાયો છે.