Sat. Oct 5th, 2024

ગુજરાતમાં ધોરણ ૧થી ૮ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે અને મહામારી પણ અત્યારે નિયંત્રણમાં છે. આ વાતને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર આગામી દિવસોમાં શાળાઓમાં ધોરણ ૬થી ૮ના વર્ગેા શરૂ કરવાનો નિર્ણય લઈ શકે છે. ધોરણ ૬થી ૮ પછી ધોરણ ૧થી ૭ માટેના નિર્ણય પણ લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સરકારે ધોરણ ૯થી ૧૨ના વર્ગેા શરૂ કરવાની મંજૂરી આપી હતી.

રાજ્ય સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર, જો કોરોનાના કેસો નિયંત્રણમાં રહેશે અને ત્રીજી લહેરની સ્થિતિ નહીં સર્જાય તો સરકાર પ્રાઈમરી અને સેકન્ડરી શાળાઓનો ઓફલાઈન અભ્યાસ ઓગષ્ટ્રથી શરૂ કરવાનો વિચાર ધરાવે છે.

આ શકયતાઓ વિષે રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, અમે આગામી થોડા દિવસોમાં ધોરણ છથી આઠના વર્ગેા શ કરવાનો વિચાર કરી રહ્યા છીએ. જો કોરોનાના કેસમાં વધારો નહીં નોંધાય તો ધોરણ એકથી પાંચના વર્ગેા પણ ઓગષ્ટ્રના અતં સુધી શરૂ કરી દેવામાં આવશે. અમે દૈનિક આંકડાઓને ધ્યાનમાં રાખીએ છીએ અને કેસની સંખ્યાને ધ્યાનમાં રાખીને કલાસમમાં શિક્ષણની શઆત કરવામાં આવશે. તેના માટે કોરોનાના નિયમોનું પાલન કરવાનું રહેશે. તેમણે આગળ જણાવ્યું કે, સરકારે ધોરણ ૯થી ૧૨ના વર્ગેા અને કોલેજોના ઓફલાઈન શિક્ષણની મંજૂરી આપી દીધી છે. અમને સારો સહકાર મળી રહ્યો છે. આવનારા દિવસોમાં તબક્કાવાર રીતે ધોરણ છથી આઠ અને ધોરણ એકથી સાતના વર્ગેા પણ શરૂ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે કોરોનાની પહેલી લહેર પછી રાજ્ય સરકારે શાળાઓ અને કોલેજો શરૂ કરવાનો પ્રયાસ કર્યેા હતો પરંતુ બીજી લહેર શરૂ થઈ જવાને કારણે તે બધં કરવામાં આવી હતી. તાજેતરમાં રાજ્ય સરકારે પહેલા કોલેજો શરૂ કરવાની મંજૂરી આપી, ત્યારપછી ધોરણ ૯થી ૧૨ના વર્ગેા કરવાની મંજૂરી આપી હતી. આ બાબત સાથે સંબધં ધરાવતા એક સૂત્રએ જણાવ્યું કે, રાજ્ય સરકારનો વિચાર ૧૫મી ઓગષ્ટ્ર પહેલા ધોરણ ૬થી૮ના વર્ગેા શરૂ કરવાનો છે અને મહિનાના અતં સુધીમાં અન્ય વર્ગેા શરૂ કરવામાં આવશે.

Related Post

Verified by MonsterInsights