Mon. Oct 7th, 2024

ગુજરાતમાં વહેલી સવારે ફૂલગુલાબી ઠંડીનો અનુભવ, શિયાળાની શરૂઆત

ગુજરાતમાં ચોમાસાની વિધિવત વિદાય બાદ હવે શિયાળાનું આગમન થવાના સંકેતો મળી રહ્યા છે. જેમાં આજે વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. જેમાં હવે પવનની દિશા ઉત્તર તરફથી ઉત્તર-પશ્ચિમ તરફ થતાં શિયાળાનું આગમન થઈ ચૂક્યું છે.

હવામાન વિભાગે(IMD) આગાહી કરતાં કહ્યું છે કે, અમદાવાદ સહિત ગાંધીનગર અને ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન 36 અને લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી રહેશે. હાલમાં ઉત્તરથી ઉત્તર-પશ્ચિમ તરફના પવન શરૂ થયાં છે.


હવામાન વિભાગના સુત્રોનું કહેવું છે કે, આગામી દિવસોમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે. જેથી લોકોને કાતિલ ઠંડીનો સામનો કરવો પડશે. આગામી અઠવાડિયામાં જ ઠંડીનો ચમકારો અનુભવાશે.

આ વખતે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં આકરી ઠંડી પડશે. ગાંધીનગર અને ઉત્તર ગુજરાતમાં આ વખતે ઠંડીનો ચમકારો વધુ અસરકારક રહેવાની પણ શક્યતાઓ છે.

Related Post

Verified by MonsterInsights