Wed. Sep 18th, 2024

ગુજરાતમાં RTE અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા 25 મી જૂનથી શરૂ થશે, વિદ્યાર્થીઓની પ્રવેશ 15 જુલાઇથી થશે

ગુજરાતમાં આરટીઇ (RTE) હેઠળ પ્રવેશ મેળવવા ઇચ્છતા વાલીઓ માટે સરકાર દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. ધોરણ -1 માં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા આરટીઇ (RTE) હેઠળ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આરટીઇ (RTE) અંતર્ગત પ્રવેશ માટેની અરજીઓ 25 જૂનથી કરી શકાશે અને 5 જુલાઈ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ઓનલાઇન ભરાયેલા ફોર્મની ચકાસણી બાદ વિદ્યાર્થીઓ 15 જુલાઇથી પ્રારંભ કરશે. ઓનલાઈન ફોર્મ rte.orpgujarat.com પર ભરવાનું રહેશે. ઓનલાઇન ફોર્મ સાથે ઓનલાઇન અપલોડ કરવા જરૂરી દસ્તાવેજોની માહિતી પણ વેબસાઇટ પર દર્શાવવામાં આવી છે. પ્રવેશ પ્રક્રિયા સંદર્ભે જિલ્લા કક્ષાએ હેલ્પ ડેસ્ક શરૂ કરવાની પણ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. 6 જુલાઇથી 10 જુલાઇ દરમિયાન મળેલી અરજીઓની ચકાસણી જિલ્લા શિક્ષણાધિકારી કક્ષાએ કરવામાં આવશે.

Related Post

Verified by MonsterInsights