Fri. Nov 8th, 2024

ગુજરાત / કુલ રસીકરણ 3.79 કરોડ થયું, 11 ઓગષ્ટે રાજ્યમાં 3.24 લાખ લોકોને વેક્સિન અપાઈ

ગુજરાત : રાજ્યમાં કોરોનાનો કેર યથાવત છે. 11 ઓગષ્ટે પાછલા 24 કલાકમાં રાજ્યમાં નવા 16 કેસ નોંધાયા છે.તો મૃત્યુઆંક શૂન્ય નોંધાયો છે.રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 194 પર પહોંચી છે, તો વેન્ટિલેટર પર હવે માત્ર 3 દર્દીઓ છે.પાછલા 24 કલાકમાં 28 દર્દીઓ સાજા થયા, જ્યારે કુલ સાજા થનારા દર્દીઓની સંખ્યા 8.14 લાખ થઇ છે.સાજા થવાનો દર 98.75 પર સ્થિર છે. રાજ્યના કુલ 27 જિલ્લા અને 4 મહાનગરોમાં શૂન્ય કેસ નોંધાયા.મહાનગરોની વાત કરીએ તો,અમદાવાદમાં 7 કેસ નોંધાયા, સુરત અને વડોદમાં 3-3 કેસ નોંધાયા.

જ્યારે રાજકોટ, ભાવનગર, ગાંધીનગર અને ભાવનગર શહેરમાં એક પણ કેસ નથી નોંધાયો. રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં 11 ઓગષ્ટે 3.24 લાખ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું.જેમાં સુરતમાં 17504 લોકોનું રસીકરણ કરાયું, જ્યારે અમદાવાદમાં 20794 લોકોને રસી મળી.વડોદરામાં 12844 અને રાજકોટમાં 14264 લોકોનું રસીકરણ કરાયું..આમ અત્યાર સુધી રાજ્યમાં કુલ 3 કરોડ 79 લાખ લોકોને રસીનો ડોઝ આપી દેવાયો છે.

Related Post

Verified by MonsterInsights