અમદાવાદ : કોરોના સામે વધુ એક બાહોશ અધિકારીનું મોત નીપજ્યું. ગુજરાત કેડરના IAS અધિકારી ડો.ગુરુપ્રસાદ મહાપાત્રાનું કોરોનાને કારણે નિધન થયું છે.
ડો.ગુરુપ્રસાદ મહાપાત્રા છેલ્લા દોઢ માસથી દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ હતા. તે લાંબા સમયથી કોમામાં હતા. આજે વહેલી સવારે તેણે કોરોના સામેની લડત હારીને અંતિમ શ્વાસ લીધા. આઈએએસ અધિકારીઓ તેમના નિધનથી ઘેરા દુ: ખી છે. ડો.ગુરુપ્રસાદ મહાપાત્રા 1986 ની બેચના આઈએએસ અધિકારી હતા. તેઓ રાજકોટ-જૂનાગઢમાં પૂર્વ કલેક્ટર તરીકે ફરજ બજાવી હતી.
છેલ્લા લાંબા સમયથી તે ડેપ્યુટેશન પર કોમર્સ વિભાગનાં સેક્રેટરી હતા અગાઉ તેઓ એરપોર્ટ ઓથોરિટીના અધ્યક્ષ તરીકે પણ રહી ચૂક્યા છે. ડો.મહાપાત્રા તેમના અસરકારક કાર્ય માટે પ્રખ્યાત હતા. ગુજરાતમાં મુખ્ય સચિવ તરીકે તેમનું નામ ચર્ચામાં હતું. પરંતુ તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત કેડરના આઈએએસ અધિકારી ગુરુપ્રસાદ મહાપાત્રાના દુઃખદ અવસાન પર શોકની લાગણી વ્યક્ત કરી છે અને શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે કહ્યું કે, ડો.મહાપાત્રા મૃત્યુ સાથે, આપણે ગુજરાત કેડરના એક ઇમાનદાર અધિકારીને ગુમાવી દીધા છે. ભગવાન તેમના દિવ્ય આત્મા તેમજ તેમના પરિવારને સ્વ. મહાપાત્રાના અવસાનથી આવી પડેલ દુ:ખ સહન કરવાની શક્તિ બક્ષે એવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના