ગુજરાત : દેશમાં પેટ્રોલ અને ડીઝલના કિંમતોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ 16 જુલાઇએ પેટ્રોલના એક લિટર 35 પૈસા અને ડીઝલના એક લિટર 15 પૈસાના ભાવ વધારા સાથે દેશભરમાં નવી ઉંચાઇ પર પહોંચી ગયા છે.
દેશના ઘણા રાજ્યોમાં પેટ્રોલનો ભાવ લીટરે 100 રૂપિયાને પાર કરી ગયો છે. રાજ્યની વાત કરીએ તો રાજ્યના ગીર સોમનાથ અને ભાવનગરમાં પેટ્રોલ 100 ને વટાવી ગયું છે. ગીર સોમનાથમાં, પેટ્રોલ 100.16 રૂપિયા પ્રતિ લિટર પર મળી રહ્યું છે. રાજ્યમાં પ્રીમિયમ પેટ્રોલ પણ પ્રતિ લીટર 102.47 રૂપિયા પર પહોંચી ગયું છે.