Wed. Dec 4th, 2024

ગુજરાત : ગુજરાતીઓને સતત બીજા વર્ષે પણ ગરબા રમવા નહીં મળે તેવી પૂરેપૂરી શક્યતા

ગુજરાત : સતત બીજા વર્ષે પણ ગુજરાતીઓએ ગરબા વિનાના નવ દિવસ પસાર કરવા પડે તેવી સંપૂર્ણ શક્યતા છે. ત્રીજી લહેરની આશંકાને પગલે 2020ની જેમ 2021ની નવરાત્રિનું આયોજન ગુજરાત માટે વસમું નીવડે તેમ લાગી રહ્યું છે.

રાજ્યના મોટા ગરબાના મોટા ભાગના આયોજકો એક જ સૂર રેલાવી રહ્યાં છે કે, સરકાર ત્રીજી લહેરની તૈયારી કરી રહી છે.

સરકારે હજુ શાળાઓ શરૂ નથી કરી, તેથી આ વખતે ગરબાનું આયોજન નૈતિક મૂલ્યોના આધારે ટાળવું પડશે’ એટલે કે જો સરકાર ગરબા રમવાની મંજૂરી આપે તો પણ ગરબાના આયોજકો ગરબા નહીં રમાડે.

યુનાઇટેડ વે ઓફ બરોડાના હેમંત શાહે કહ્યું કે, ત્રીજી લહેરના ડર વચ્ચે જો મંજૂરી મળે તો પણ જાહેર આરોગ્ય સાથે ચેડા થાય તેવું જોખમ યુનાઇટેડ વે નહીં લે. કારણ કે, ગરબાનું આયોજન જો નિયત સંખ્યામાં થાય તો પણ સોશિયલ ડિસ્ટન્સિંગ રહે તેમ લાગતું નથી.

Related Post

Verified by MonsterInsights