Tue. Sep 17th, 2024

ગુજરાત / સરકારનો મહત્વનો નિર્ણય, હવેથી રાજ્યભરમાં દર બુધવારે કોરોના રસી આપવામાં આવશે નહીં

ગુજરાત : રાજ્યમાં હાલ કોરોના રસીકરણ કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ દરમિયાન રાજ્યમાં દર બુધવારે બીજો રસીકરણ કાર્યક્રમ યોજાશે. મમતા દિવસ અને અન્ય રસીકરણ કાર્યક્રમોને કારણે રાજ્ય દ્વારા બુધવારે રસીકરણ કાર્યક્રમ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્ય સરકારે બુધવારે મમતા દિવસની ઉજવણી કરવાનો નિર્ણય લીધો છે. આ કાર્યક્રમ અંતર્ગત માતા અને બાળકને સલામત રાખવાનાં હેતુસર માતા અને બાળકનો કાર્યક્રમ પણ અમલમાં મુકવામાં આવ્યો છે. સગર્ભા માતાને ચેપી રોગો સામે રક્ષણ આપવા માટે ધનુરની રસી આપવામાં આવશે. તો મમતા દિવસે બાળકોને 6 જીવલેણ રોગોથી બચવા માટે ડીપીટી, પોલિયો, બીસીજી અને ઓરીની રસી આપવામાં આવશે. બીજી તરફ, અહેવાલ તો એવા પણ મળી રહ્યા છે કે રસીના અછતના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Related Post

Verified by MonsterInsights