ગુજરાત સરકારે અનલોક-4ની ગાઈડલાઈન્સ જાહેર કરી…

201 Views

રાજ્ય સરકારે અનલોક-4ની ગાઈડલાઈન્સ જાહેર કરી દીધી છે. આ ગાઈડલાઈન મુજબ ગુજરાતમાં કન્ટેન્ટમેન્ટ ઝોનમાં 30 સપ્ટેમ્બર સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. ગુજરાતની જનતા માટે ખુશખબર છે છે કે રાજ્યમાં આજથી હોટેલ અને રેસ્ટોરન્ટ 10 વાગ્યાના બદલે 11 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. તેમજ હવે પબ્લિક ગાર્ડન પણ ખુલશે અને ધાર્મિક સ્થળો પણ સંપૂર્ણ ખુલ્લા રાખી શકાશે. આ સાથે જ 8 વાગ્યા સુધી ખુલ્લી રહેતી દુકાનો હવે 24 કલાક સુધી ખુલ્લી રાખી શકાશે. જોકે સ્કૂલ સહિતની શૈક્ષણિક સંસ્થાઓ 30 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે.

આ ગાઈડલાઈન્સ મુજબ હવે લારી-ગલ્લા અને શેરી ફેરિયાઓ પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં. જ્યારે 60 ટકા કેપેસિટી સાથે લાઈબ્રેરીઓ પણ ખુલશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *