Mon. Oct 7th, 2024

ગુજરાત / સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

ગુજરાત : હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આગામી 5 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહીને પગલે સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવના મોટાભાગના વિસ્તારમાં વરસાદ વરસશે. તો બીજી તરફ પોરબંદર, ગીરસોમનાથ અને જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, દાદરા નગર હવેલી, દમણ અને નવસારીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો રાજ્યના અન્ય વિસ્તારમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં છે.

દરિયાકાંઠે સર્જાયેલા લોપ્રેશર અને સાઈક્લોનિક સરક્યુલેશનને સિસ્ટમને પગલે ભારે વરસાદની સંભાવના છે. વરસાદી માહોલ વચ્ચે તાપમાનમાં ઘટાડો થવાથી ગરમીમાંથી આંશિક રાહત મળી છે. મંગળવારે પણ અમુક જગ્યા પર વરસાદ પડ્યો હતો. દેવભૂમિ દ્વારકાના ભાટિયા નજીક ગોકલપરમા 2 કલાકમાં 3 ઇંચ વરસાદ પડ્યો હતો. તો ગીર સોમનાથમાં પણ ભારે વરસાદ પડ્યો હતો.

 

Related Post

Verified by MonsterInsights