Tue. Sep 17th, 2024

ગુજરાત સરકાર કોરોનાની ત્રીજી લહેર માટે સમગ્ર રીતે તૈયાર રહે: હાઇકોર્ટ

કોરોના સંક્રમણના મુદ્દે હાઇકોર્ટે લીધેલ સુઓમોટો પિટિશન પર ચુકાદો આપ્યો છે . જેમાં હાઇકોર્ટે કહ્યું કે કોરોનાની ત્રીજી લહેર માટે રાજ્ય સરકાર તૈયાર રહે, રાજ્ય સરકારે ઘણું બધું કર્યું છે, પરંતુ આજે પણ ઘણું કરવાની જરૂરિયાત છે. તેમજ કોરોનાના નવા વેરીયન્ટની અસરોથી બચવા લોકજાગૃતિ જરૂરી છે.

માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું સરકાર ચુસ્તપણે પાલન કરાવે તેવો કોર્ટે નિર્દેશ કર્યો છે. આ ઉપરાંત હોસ્પિટલમાં બેડના આંકડા માટેની જવાબદારી નક્કી કરવા નિર્દેશ કર્યો છે.

તેમજ નબળા વર્ગ માટે ડોર ટુ ડોર રસીકરણ શરૂ કરવા સરકારને સૂચન કર્યું છે.

જ્યારે રાજયમાં ઓક્સિજન પ્લાન્ટ પણ ઝડપથી કાર્યરત કરવા માટે હાઇકોર્ટે નિર્દેશ આપ્યો છે. આ ઉપરાંત મેડિકલ સ્ટાફની કાયમી ભરતી ઝડપથી પૂર્ણ કરવા પણ જણાવ્યું છે.

Related Post

Verified by MonsterInsights