ગુડ ન્યુઝ ગુજરાત :આજથી રાજ્યમાં બળકોના રસીકરણનો પ્રારંભ,CM ભૂપેન્દ્ર પટેલે રસીકરણનો કરાવ્યો પ્રારંભ

0 minutes, 0 seconds Read

ગુજરાત સહિત દેશભરમાં આજથી એટલે કે 3 જાન્યુઆરીથી 15થી 18 વર્ષના બાળકોનું કોરોના વેક્સિનેશન શરૂ થઈ રહ્યું છે. રાજ્યના CM ભૂપેન્દ્ર પટેલ સોમવારે સવારે 7.30 કલાકે રાજ્યવ્યાપી વેકસીનેશનનો પ્રારંભ કરાવ્યો છે. ગાંધીનગર નજીકના કોબા નજીક આવેલી જી.ડી.એમ કોબાવાલા હાઇસ્કુલથી રાજ્યવ્યાપી વેકસીનેશનની શરૂઆત કરી છે.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં 15 થી 18 વર્ષની વયના બાળકો તરૂણોને કોરોના વેક્સિન આપવાના અભિયાનનો ગાંધીનગર ના કોબાની જી.ડી.એમ.કોનાવાલા હાઇસ્કુલ થી કરાવ્યો હતો. મુખ્યમંત્રી સવારે શાળામાં પહોંચ્યા અને બાળકોના રસીકરણ ની કામગીરી નિહાળી હતી. મુખ્યમંત્રીએ બાળકો સાથે સહજ સંવાદ પણ કર્યો હતો.

આ વેળાએ ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા,ધારાસભ્ય શંભૂજી , આરોગ્ય કમિશનર જય પ્રકાશ શિવહરે તેમજ મ્યુનિસિપલ કમિશનર ધવલ પટેલ અને શાળા શિક્ષક પરિવાર તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા

CM ભૂપેન્દ્ર પટેલ કોરોના સામે સુરક્ષા કવચરૂપી વેક્સિનેશન ડ્રાઇવની રાજ્યમાં શરૂઆત થવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. બીજી બાજુ સમગ્ર રાજ્યમાં અંદાજે 35 લાખથી વધુ બાળકોને રસીકરણનો લાભ આપવા રાજ્યના આરોગ્ય વિભાગે પૂરતી તૈયારીઓ કરી છે. ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ 73 જેટલી શાળાઓના અંદાજે 20 હજાર બાળકોને આ રસીકરણમાં આવરી લેવાશે, જેના માટે આરોગ્યકર્મીઓની 50 ટીમ કાર્યરત રહેશે.

author

Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights