Thu. Sep 19th, 2024

ગુડ ન્યૂઝઃ ITR માટે કપાયેલી લેટ પેમેન્ટ ફી પાછી મળશે

આવકવેરા વિભાગે આ મહિનાની શરૂઆતમાં આઈટીઆર ફાઈલ કરનારા લોકોની ભૂલમાં કપાયેલી લેટ ફીઝ પાછી આપવાનો નિર્ણય લીધો છે. આ એ તમામ ટેક્સપેયર્સ માટે રાહતના સમાચાર છે જેઓ લેટ પેમેન્ટની ફીઝ કપાવાથી પરેશાન હતા. આવકવેરા વિભાગના કહેવા પ્રમાણે 30 જુલાઈ બાદ રિટર્ન દાખલ કરનારાઓની જે પણ લેટ પેમેન્ટ ફીઝ, વધારાનું વ્યાજ કપાયું છે તે પાછું આપી દેવામાં આવશે.

આવકવેરા વિભાગે જણાવ્યું કે, આઈટીઆર સોફ્ટવેરની ભૂલના કારણે આ બન્યું હતું અને તેને 1 ઓગષ્ટ સુધીમાં ઠીક કરી દેવામાં આવ્યું હતું. આ ભૂલના કારણે 30 જુલાઈ બાદ આવકવેરો ભરનારાઓનું સેક્શન 234A અંતર્ગત વ્યાજ અને સેક્શન 234F અંતર્ગત લેટ પેમેન્ટની ખોટી ગણતરી થતી હતી અને લોકોના એકાઉન્ટમાંથી તે પૈસા કટ થઈ રહ્યા હતા.

શું છે સમગ્ર કેસ

ઈનકમ ટેક્સ વિભાગે જ્યારથી નવું પોર્ટલ લોન્ચ કર્યું છે ત્યારથી કોઈ ને કોઈ નવી સમસ્યા આવતી રહે છે. આ મહિનાની શરૂઆતમાં એક નવી સમસ્યા આવી હતી કે 31 જુલાઈ બાદ ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરનારાઓની લેટ પેમેન્ટ પેનલ્ટી કપાઈ, જ્યારે રિટર્નની લાસ્ટ ડેટ લંબાવીને 30 સપ્ટેમ્બર કરી દેવામાં આવેલી છે.

સામાન્ય રીતે ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની લાસ્ટ ડેટ 31 જુલાઈ હોય છે પરંતુ કોરોના સંકટને ધ્યાનમાં રાખીને વિભાગે આ વર્ષે રિટર્ન ફાઈલ કરવાની લાસ્ટ ડેટ લંબાવીને 30 સપ્ટેમ્બર કરી દીધી છે.

Related Post

Verified by MonsterInsights