Fri. Apr 26th, 2024

ગુમ યુવતીને શોધવા હોટલ પહોંચી પોલીસ, તો ત્યાં ઝડપાયું સેકસ રેકેટ

By Shubham Agrawal Jun19,2021

રાજકોટની હોટલ પાર્ક ઈનમાં સમાજ સુરક્ષા વિભાગે મહિલા પોલીસને સાથે રાખીને દરોડા પાડ્યા હતા જેમાં હોટલમાં ચાલતા સેક્સ રેકટનો પર્દાફાશ થયો.રાજકોટ હોટલ પાર્ક ઈનમાંથી કુટણખાનું ઝડપાયું છે, બાતમીને આધારે હોટલ પાર્ક ઈનમાં સમાજ સુરક્ષા વિભાગે મહિલા પોલીસને સાથે રાખીને દરોડા પાડ્યા હતા જેમાં હોટલમાં ચાલતા સેક્સ રેકટનો પર્દાફાશ થયો હતો.

હોટલમાં ચાલતું કુટણખાનું ઝડપાયું

કલ્કિ નામના NGOને બાતમી મળી હતી કે હોટલમાં ગેરકાયદેર મહિલાઓને લાવવામાં આવે છે, તેમજ રાજકોટની સરદ બજાર ખાતે આવેલી હોટલમાં છેલ્લા બે મહિનાથી મેરઠની એક સગીરાને લાવવામાં આવી છે. અને સંતોષ નામનો વ્યક્તિ સાથે આ મહિલા રોકાયેલી છે જેને લઈ મહિલા પોલીસેન સાથે રાખીને સમાજ સુરક્ષા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.પોલીસ તપાસમાં આ સગારી યુપીમાં ગુમ થઈ હોવાનું પણ જણાઈ રહ્યું છે. હાલ તો સગીરાને સ્પેશિયલ હોમ ગર્લ્સમાં મોકલી દેવાઈ છે.

સગીરાને સ્પેશિયલ હોમ ફોર ગર્લ્સમાં મોકલી દેવાઈ

તપાસ દરમિયાન એક સગીરી મળી આવી હતી અને સંતોષ નામનો વ્યક્તિ ફરાઈ થઈ ગયો હતો બાદમાં સગીરાને સ્પેશિયલ હોમ ફોર ગર્લ્સમાં મોકલવામાં દેવામાં આવી છે, હોટલમાંથી દારૂની પણ મળી આવતા પોલીસ હોટલના માલિક હિમાંશુ મહેતાની પણ અટકાયત કરી વધુ પુછપુરછ હાથ ધરી છે. જે પ્રમાણે હોટલમાંથી છેલ્લા બે મહિનાથી રહેતી હતી અને તેની સાથે સંતોષ નામનો શખ્સ પણ રહેતો હતો સંતોષ તેની સાથે યુવતીને શું સંબંધ છે તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે સંતોષ નામના શખ્સ સાથે તેના કયા પ્રકારના સંબંધ હતા.

પોલીસે હોટલ માલિક સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધ્યો

શહેરમાં તેને દેહ વ્યાપારના ધંધા અર્થે લાવવામાં આવી છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે હોટલમાં કૂટણખાને લઈ પોલીસે પ્રભુદાસ ઉર્ફે દાસભાઈ ચંદુભાઇ કક્કડ, જયશ્રીબેન ચાવડા તેમજ હોટલના મેનેજર મેહુલ તોરલીયા વિરૂદ્ધ ગુનો દાખલ કરી તેમની વિરૂદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ હાથ ધરી છે.

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights