Sat. Oct 5th, 2024

ગુરુવારે નવો રેકોર્ડ રચવા જઈ રહ્યું છે ઈસરો, EOS-03 સેટેલાઇટ લોન્ચિંગનું કાઉન્ટડાઉન શરૂ

  • હવે પૂર અને વાવાઝોડા જેવાં કુદરતી સંકટો પર નજર રાખી શકાશે
  • લોન્ચિંગ 12 ઓગસ્ટે સવારે 5.53 મિનિટે થશે

ઈસરો ગુરુવારે નવો રેકોર્ડ રચવા જઈ રહ્યું છે. ભારત 75મા સ્વતંત્ર દિવસના ત્રણ દિવસ પહેલાં અંતરિક્ષમાં એક મોટી છલાંગ લગાવવા જઈ રહ્યું છે. એના માધ્યમથી હવે અંતરિક્ષથી પણ દેશ પર નજર રાખી શકાશે. ઈસરો પૃથ્વી પર દેખરેખ રાખનાર ભારતના પ્રથમ સેટેલાઈટ EOS-03નું લોન્ચિંગ કરવાનું છે. આ માટેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. એ સફળ થયા પછી ભારતની તાકાતમાં વધારો થશે.

આ સેટેલાઈટ ભારતમાં આવનારાં વાવાઝોડા અને પૂર જેવાં સંકટ પર દેખરેખ રાખવા સક્ષમ હશે.EOS-03 ખૂબ જ આધુનિક સેટેલાઈટ છે, જેને GSLV-F10ની મદદથી પૃથ્વીની કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે. જો આ ટેસ્ટિંગ સફળ થાય છે તો ભારતની તાકાતમાં વધુ વધારો થશે અને હવામાન અંગેની હલચલને સમજવામાં સરળતા રહેશે.

સેટેલાઈટ અને એની વિશેષતાઓ

GSLV ઉડાન સેટેલાઈટને 4 મીટર વ્યાસ-ઓગિવ આકારના પેલોડ ફેયરિંગમાં લઈ જશે, જેને રોકેટ પર પ્રથમ વખત ઉડાવવામાં આવી રહ્યું છે, જેણે અત્યારસુધીમાં અંતરિક્ષમાં સેટેલાઈટ અને પાર્ટનર મિશનોને તહેનાત કરનારાં 13 અન્ય ઉડાનોને સંચાલિત કર્યાં છે.

એ માટે એમ કહેવાઈ રહ્યું છે કે EOS-03 સેટેલાઈટ એક જ દિવસમાં સમગ્ર દેશની ચારથી પાંચ વખત તસવીર લેશે, જે હવામાન અને પર્યાવરણ પરિવર્તન અંગેના મુખ્ય ડેટા મોકલાવશે.

EOS-03 સેટેલાઈટ ભારતીમાં પૂર અને વાવાઝોડા જેવી કુદરતી આફતોની લગભગ રિયલ ટાઈમ દેખરેખ રાખવા સક્ષમ હશે, કારણ કે એ મહત્ત્વના પર્યાવરણીય અને મૌસમ પરિવર્તનોમાંથી પસાર થાય છે.

Related Post

Verified by MonsterInsights