ગુજરાત સરકારે એક તરફ આંશિક લોકડાઉન લાગુ કરીને તમામ વેપારીઓને બપોરના ત્રણ વાગ્યા સુધી દુકાનો ખોલવા માટે રાહત આપી છે ત્યારે ગોવામાં વધતા જતા કોરોના સંક્રમણના કારણે રાજ્ય સરકારે ગોવા કરફ્યૂ 31 મે સુધી વધારી દીધો છે. આજે મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આ જાહેરાત કરી હતી.
રાજ્યમાં 9 થી 23 મે સુધીનો રાજ્યવ્યપારી કરફ્યુ
જો કે આ દરમિયાન જીવન જરુરી સેવાઓ ચાલુ રાખવા દેવાશે. હાલમાં કોરોનાના વધતા જતા મામલાઓને જોતા રાજ્યમાં 9 થી 23 મે સુધીનો રાજ્યવ્યપારી કરફ્યુ લગવાયેલો છે. આ દરમિયાન માત્ર જીવન જરુરિયાતની સેવાઓને ચાલુ રાખવા મંજૂરી અપાઈ છે. જ્યારે અનાજ કરિયાણાની દુકાનો સવારે સાત વાગ્યાથી બપોરના એક વાગ્યા સુધી ખુલ્લી રહેવા દેવાઈ છે. જોકે હવે કરફ્યુનો સમયગાળો 31 મે સુધી કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકારે જોકે દવા, રાશન અને દારુની દુકાનો બપોરે એક વાગ્યા સુધી ખુલ્લી રાખવાની પરવાનગી આપી છે.
મધ્ય પ્રદેશ સરકારે કોરોના કરફ્યમાં એક જુનથી રાહત આપવાના સંકેત આપ્યા છે. મધ્ય પ્રદેશમાં ભોપાલ સહિત 52 જિલ્લામાં કરફ્યુ લાગેલો છે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યુ છે કે, કરફ્યૂમાં ધીરે ધીરે છુટ આપવામાં આવશે. આંધ્રપ્રદેશ સરકારે પણ કોરોના કરફ્યૂને આ મહિનાના અંત સુધી લંબાવીદીધો છે.