Fri. Sep 20th, 2024

ચોંકાવનારું / ગઢચિરોલીમાં આદમખોર વાઘનો આતંક વધ્યો, 15 લોકોના જીવ લીધા

મહારાષ્ટ્રમાં ગઢચિરોલી જિલ્લામાં આદમખોર વાઘની હાહાકાર બાદ સ્થાનિકોમાં ભયનું વાતાવરણ છે. આ વાઘના આતંકને કારણે તંત્ર પણ દોડતું થઈ ગયું છે. હવે વાઘને પકડવા માટે એક ખાસ ટીમ બનાવવામાં આવી છે. 40 કિલોમીટર ચાલીને ટીમ રોજ વાઘની તપાસ કરી રહી છે. વન વિભાગના અધિકારીએ કહ્યું કે, વાઘે પંદર લોકોના ગઢચિરોલીમાં જીવ લઇ લીધા છે. ટીમ તેને જંગલમાં શોધી રહી છે, પરંતુ હજુ સુધી વાઘ પકડાયો નથી.

ટીમે જંગલમાં 150 કેમેરા ટ્રેપ પણ ગોઠવ્યા છે. ડ્રોનનો પણ ઉપયોગ કરી રહ્યા છીએ. ટીમે સ્થાનિક લોકોની મદદ પણ લેવામાં આવી રહી છે. જોકે, સતત વરસાદના કારણે કામગીરી ખોરવાઈ રહી છે. એક અંદાજ મુજબ ગઢચિરોલીના જંગલમાં 32 વાઘ છે. અને આને કારણે, માણસનુ લોહીનો સ્વાદ ચાખનાર આદમખોરને ઓળખવું વધુ મુશ્કેલ બન્યું છે. આ પંથકના લોકો વાઘના ડરથી ખેતરમાં જતા ડરે છે. વાઘના આતંકના લીધે તંત્રએ લોકોને 15 દિવસ સુધી ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે.


27 સભ્યોની 2 ટીમો આદમખોર વાઘને પકડવા માટે ગઢચિરોલીના જંગલોમાં સતત તપાસ કરી રહી છે. પરંતુ સતત વરસાદના કારણે આ વિસ્તારની તમામ નદીઓ અને ખાડાઓ ઓવરફ્લો થઈ ગયા છે. જેના કારણે વન વિભાગની ટીમ માટે પગદંડીએ પર ચાલવું ખૂબ મુશ્કેલ બન્યું છે. આ વિસ્તાર સંપૂર્ણપણે જંગલથી ઘેરાયેલો હોવાથી વાઘ અને અન્ય જાનવરોનો હુમલો પણ વધી રહ્યો છે.

Related Post

Verified by MonsterInsights