રાજ્ય સહિત દેશભરમાં મોંઘવારી કૂદકે ને ભૂસકે વધી રહી છે. પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ 30થી 40 પૈસા વધી રહ્યા છે. જેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડી રહી છે. ફક્ત એક વર્ષમાં જ પેટ્રોલ-ડીઝલનો ભાવ 20 રૂપિયાથી પણ વધી ગયો છે.

આજે પણ પેટ્રોલના ભાવમાં 34 પૈસા અને ડીઝલના ભાવમાં 38 પૈસાનો વધારો નોંધાયો છે. આ સાથે જ પેટ્રોલનો ભાવ વધીને 101.13 રૂપિયા અને ડીઝલનો ભાવ 100.35 રૂપિયા થઈ ગયો છે. છેલ્લા 6 મહિનામાં પેટ્રોલનો ભાવ 13 રૂપિયાથી વધુ વધ્યો છે.

દરરોજ વધી રહેલા ભાવના કારણે લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે. રાજ્યમાં પેટ્રોલ ડીઝલના ભાવ ભડકે ભળી રહ્યા છે સતત વધતા જતા ઈંધણના ભાવોએ સામાન્ય માનવીની કમર તોડી નાખી હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે.


જનતાએ એક તરફ મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ ઈંધણના ભાવે આકાશને આંબી રહ્યા છે. પેટ્રોલ ડીઝલના વધતા ભાવને લઈ જનતા હેરાન પરેશાન થઈ ગઈ છે. એવામાં આજે ફરી પેટ્રોલ ડીઝલની કિંમતોમાં વધારો થયો છે.

પેટ્રોલ-ડિઝલના ભાવવધારાની સીધી અસર ખાદ્યવસ્તુઓ અને જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ પર પડી રહી છે. અને, ભાવવધારાને પગલે સામાન્ય જનતા પિસાઇ રહી છે. ત્યારે તહેવારોના દિવસોમાં ભાવવધારાને લઇને પ્રજાજનો મુંઝવણ અનુભવી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page