છોટાઉદેપુર જિલ્લાના ચિલિયાવાંટ ગામનો એક વીડિયો સામે આવ્યો છે. યુવક-યુવતી વચ્ચે પ્રેમસંબંધ પરિવારને મંજૂર ન હોવાને લઈ બન્ને પરિવારે ભેગા થઈને યુવક-યુવતીને ઝાડ સાથે બાંધીને ઢોર માર માર્યો હોવાનો વીડિયો વાયરલ થયો છે.
આદિવાસી વિસ્તારમાં મહિલાઓ પર અત્યાચાર અને તાલિબાની સજા આપતા વીડિયો વારંવાર વાયરલ થતા હોય છે. થોડાક સમય પહેલા દાહોદમાં પણ પ્રેમસંબંધમાં આ પ્રકારની તાલિબાની સજાની ઘટના સામે આવી હતી. ત્યારે ફરી આ પ્રકારની ઘટનાને પગલે ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે.
નોંધનીય છે કે, છોટાઉદેપુરના ધડાગામમાં એક મહિના પહેલા આ જ પ્રકારે પ્રેમી યુગલને વીજળીના થાંભલે બાંધી ઢોર માર મારતો તાલિબાની સજાનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં પણ પોલીસે વીડિયોના આધારે તપાસ કાર્યવાહી કરી હતી.