Tue. Sep 17th, 2024

છોટા ઉદેપુર : નસવાડી પ્રાથમિક શાળાના તાળા ત્રણ શિક્ષકોની બદલી બાદ 13 દિવસે ખૂલ્યા

છોટા ઉદેપુર : નસવાડી તાલુકાની પ્રાથમિક શાળા ના 13 દિવસ બાદ તાળાં ખોલવામાં આવ્યા હતા. જેમાં આ ગામની શાળાના ત્રણ શિક્ષકો કોઇ કારણે અંદર અંદર ઝધડતા હોવાના લીધે બાળકોના અભ્યાસમાં ખલેલ પહોંચતો હતો. જેમાં વાલીઓએ બે શિક્ષક અને એક શિક્ષિકાની બદલીની માંગ કરી હતી.


જો કે માંગ ન સંતોષતા ગામ લોકોએ 13 દિવસ પૂર્વે આ શાળા પર તાળા મારી દીધાં હતા. આ વાત રાજયના શિક્ષણ પ્રધાન સુધી પહોંચતા ત્રણે શિક્ષકોની બદલી કરવામાં આવી હતી. જેના લીધે વાલીઓમાં સંતોષ છે. જેના પલગે વાલીઓએ આજે શાળા પર લગાવેલા તાળાં ખોલી નાખ્યા હતા.

Related Post

Verified by MonsterInsights