જંતુનાશક દવા છાંટતા ખૂબ ઝેરી અસર થયેલા તરસાલીના ખેડૂતને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં નવજીવન મળ્યુ છે. પ્રાઇવેટ હોસ્પિટલમાં 7 દિવસની સારવાર અને વેન્ટિલેટર પર રાખવા છતાં તબિયતમાં સુધાર ના આવતા, જૂનાગઢ સિવિલ હોસ્પીટલ રિફર થયા હતા.
તા. 22/11/21 ના રોજ તરસાલી ગામના રવિભાઇ રાજાભાઇ, સતત 2-3 દિવસથી વાડી માં જંતુનાશક દવા છાંટતા ખૂબ ઝેરી અસર (S. Cholinestrase – 530) થઈ જતાં ઉપલેટા પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. ત્યાં 7 દિવસની સારવાર અને વેન્ટિલેટર પર રાખવા છતાં તબિયતમાં સુધાર ના આવતા, જૂનાગઢ સિવિલ હોસ્પીટલ રિફર થયા.
જૂનાગઢ સિવિલ હોસ્પિલ ખાતે 29/11/21 ના રોજ દાખલ થયા બાદ, ડૉ. ધ્રુમિલ કણસાગરાના માર્ગદર્શન નીચે મેડિકલ ICU ની 4 ડોકટરો ની ટીમ – ડૉ.સંદિપ વાળા, ડૉ. અંકિત કચ્છલા, ડૉ. સિદ્ધાર્થ વડાલિયા, ડૉ. રાજુ ગલચર, દ્વારા કરાયેલ સઘન સારવાર અને સતત મોનીટરીંગ થી 30 દિવસ દાખલ રહી ( જેમાંથી 21 દિવસ વેન્ટિલેટર પર – 15 દિવસ tracheostomy સાથે ) આજે એકદમ સ્વસ્થ અવસ્થામાં રજા આપવામાં આવી છે.
ગંભીર ઝેરી દવાના અસરમાંથી જવલ્લે બહાર આવતા દર્દીની સારવારમાં મહત્વનો ફાળો આપનાર ICUના તમામ નર્સિંગ સ્ટાફ, physiotherapy dept, અને tracheostomy કરનાર ડૉ. રવિ જાદવ (ENT સર્જન) નો દર્દિએ લાગણીસભર થઇ આભારની લાગણી વ્યક્ત કરી હતી. ડૉ. ધ્રુમિલ કણસાગરાએ કહ્યુ હતું કે રવિભાઇ ખુબ ક્રિટીકલ સ્થિતિમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા. સતત મોનીટરીંગ અને સઘન સારવારથી તેમને નવજીવન મળ્યું છે. પરંતુ ખેડૂતો જંતુનાશક દવા છંટકાવમાં પુરતી કાળજી રાખે તે ખૂબ આવશ્યક છે.