ભારતીય સંસ્કૃતિમાં મકરસંક્રાંતિ આ તહેવાર પરસ્પરના દ્વેષ ભૂલી જઈને પ્રેમભાવ વૃદ્ધિંગત કરવા માટે ઊજવવામાં આવે છે. મકરસંક્રાંતિ ભલે અયન-વાચક તહેવાર હોય, છતાં પણ હિંદુ ધર્મમાં તેને ઘણી રીતે મહત્ત્વ પ્રાપ્ત થયું છે. મકરસંક્રાંતિનું મહત્ત્વ કેટલાંક સૂત્રો દ્વારા સમજી લઈએ.

 

*મકરસંક્રાંતિનું વ્યવહારિક મહત્ત્વ

 

આ દિવસે પ્રત્યેક માણસ ‘તલસાંકળી લો, મીઠું બોલો’ એમ કહીને આત્મીય બને છે. આ દિવસે અન્યોને તલસાંકળી આપતા પહેલાં ભગવાનને ધરવી. તેના કારણે તલસાંકળીમાં રહેલી શક્તિ અને ચૈતન્ય ટકી રહે છે.

 

*મકરસંક્રાંતિનું સાધનાની દૃષ્ટિએ મહત્ત્વ

 

આ દિવસે સૂર્યનું ઉત્તરાયણ ચાલુ થાય છે. આ કાળમાં રજ-સત્ત્વયુક્ત સ્પંદનોનું પ્રમાણ અધિક હોવાથી આ કાળ સાધના કરવા માટે પૂરક હોય છે.

મકરસંક્રાંતિના દિવસે સૂર્યોદયથી માંડીને સૂર્યાસ્ત સુધીનું વાતાવરણ વધારે ચૈતન્યમય હોય છે. સાધના કરનારા માણસ ને આ ચૈતન્યનો સર્વાધિક લાભ મળે છે. આ દિવસે પ્રત્યેક માણસોએ વાતાવરણમાંનું રજ-તમ વધારવાને બદલે વધારેમાં વધારે સાત્ત્વિકતા નિર્માણ કરીને તે ચૈતન્યનો લાભ કરી લેવો.

 

*સંક્રાંતને દિવસે તલનો ઉપયોગ કરવાનું મહત્ત્વ*

 

આ પર્વના દિવસે તલને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. આ દિવસે મહાદેવજીને તલ-ચોખા અર્પણ કરવાનું અથવા તલ-ચોખા મિશ્રિત અર્ઘ્ય અર્પણ કરવાનું વિધાન છે. તેમજ બ્રાહ્મણોને તલદાન આપવું, શિવમંદિરમાં તલના તેલના દીવા પ્રગટાવવા, પિતૃશ્રાદ્ધ કરવું (આમાં તિલાંજલિ આપે છે) એનું પણ આ દિવસે મહત્ત્વ છે. શ્રાદ્ધમાં તલનો ઉપયોગ કરવાથી અસુર ઇત્યાદિ શ્રાદ્ધમાં વિઘ્ન લાવતા નથી.

તલનું ઉટવણું, તલમિશ્રિત પાણીથી સ્નાન, તલમિશ્રિત પાણી પીવું, તલનો હવન કરવો, રસોઈમાં તલનો ઉપયોગ કરવો, તેમજ તલનું દાન આ બધા જ પાપનાશક પ્રયોગો છે; તેથી આ દિવસે તલ, ગોળ, તેમજ સાકરમિશ્રિત લાડુ આરોગવાનું, તેમજ દાન દેવાનું અપાર મહત્ત્વ છે. આયુર્વેદ અનુસાર ઠંડીના દિવસોમાં આવનારી સંક્રાંતિને દિવસે તલ આરોગવા લાભદાયક ઠરે છે.

 

*સંક્રાંતના દિવસોમાં સ્ત્રીઓએ હળદર-કંકુ કરવાનું મહત્ત્વ

 

૧. હળદર-કંકુ લગાડવું

 

હળદર-કંકુ લગાડવાથી સુવાસિનીમાં રહેલું શ્રી દુર્ગાદેવીનું સુપ્ત તત્ત્વ જાગૃત થઈને હળદર-કંકુ લગાડનારી સુવાસિનીનું કલ્યાણ કરે છે.

 

૨. અત્તર લગાડવું

 

અત્તરમાંથી પ્રક્ષેપિત થનારા ગંધકણોને કારણે દેવ તત્ત્વ પ્રસન્ન થઈને તે સુવાસિની માટે ઓછા સમયગાળામાં કાર્ય કરે છે (તે સુવાસિનીનું કલ્યાણ કરે છે).

૩. ગુલાબજળ છાંટવું

 

ગુલાબજળમાંથી પ્રક્ષેપિત થનારી સુગંધિત લહેરોને કારણે દેવતત્વ કાર્યરત થવા થી વાતાવરણની શુદ્ધિ થાય છે અને હળદર-કંકુ કરનારી સુવાસિનીને દિવ્યશક્તિઓ ના સગુણ તત્ત્વનો અધિક લાભ થાય છે.

 

૪. વાયન (દાન )આપવું

 

ધર્મશાસ્ત્ર અનુસાર આ દિવસે દાન, જપ તેમજ ધાર્મિક અનુષ્ઠાન ઇત્યાદિનું ઘણું મહત્ત્વ કહ્યું છે. વાયન આપતી સમયે સાડીના પાલવના છેડાનો વાયનને આધાર આપવામાં આવે છે. દાન આપવું એટલે બીજા જીવમાં રહેલા દેવતત્ત્વને તન,મન અને ધનના ત્યાગ થકી શરણ જવું. પાલવના છેડાનો આધાર આપવો, એટલે કે, વસ્ત્રોનો (દેહબુદ્ધિનો) ત્યાગ કરવા શીખવું. સંક્રાંતિના સમયગાળા દરમ્યાનઆપેલા વાયનને કારણે દેવતા જલદી પ્રસન્ન થાય છે.

દાનમાં શું આપવું ?  સાબુ, પ્લાસ્ટિકની વસ્તુઓ આના જેવી અધાર્મિક વસ્તુઓનું દાન દેવાને બદલે સૌભાગ્યલંકાર, ઉદબત્તી, ઉટાવણું, દેવતાના ચિત્રો, ધાર્મિક ગ્રંથ, પોથી, અધ્યાત્મ વિશેની વસ્તુઓ ઇત્યાદિ અધ્યાત્મને પૂરક એવી વસ્તુઓ દાન તરીકે આપવી.

 

૫. ખોળો ભરવો

 

ખોળો ભરવો, એટલે શ્રી દુર્ગાદેવીની બ્રહ્માંડમાં કાર્યરત રહેલી ઇચ્છાશક્તિને આવાહન કરીને શ્રી દુર્ગાદેવીને કૃપા પ્રાપ્ત કરવાની ઇચ્છા પ્રબળ કરવા જેવું છે. દેવતાની કાર્યરત ઇચ્છાશક્તિમાંથી જ દેવતાની કૃપા વહેલા પ્રાપ્ત કરી લેવાનું ફાવે છે.

 

*ઉત્તરાયણની વાટ જોતા સંકલ્પ બળથી ૫૮ દિવસો સુધી શરશૈયા પર પડ્યા રહેનારા ભીષ્માચાર્ય

 

ઉત્તરાયણની વાટ જોનારાભીષ્મ પિતામહજીએ ઉત્તરાયણ ચાલુ થયા પછી જ દેહત્યાગ કરવાનું પસંદ કર્યું હતું. જગના કોઈપણયોદ્ધાએ શરશૈયા પર અઠ્ઠાવન દિવસો સુધી તો શું પણ અઠ્ઠાવન્ન કલાક પણ

સંકલ્પ બળથી જીવી બતાવ્યું નથી. તે કામ ભારતના ભીષ્મ પિતામહજીએ કરી બતાવ્યું.’

 

*જીવન ભણી સાક્ષીભાવ રાખીને જોવાનું શીખવનારો સૂર્યદેવનો ઉત્સવ

 

પૃથ્વી સૂર્યની પાસે અને સૂર્યથી દૂર જવાની ક્રિયાનું જાણે સૂર્ય પર કાંઈ જ પરિણામ થતું નથી, તેવી જ રીતે માનવીએ તેના જીવન દરમ્યાન આવનારા ચઢાવઉતાર ભણી, સુખદુ:ખો ભણી, સમત્વ દૃષ્ટિએ, સાક્ષીભાવથી જોવું જોઈએ, એવો સંદેશ જાણે કેમ સંક્રાંતિના ઉત્સવ દ્વારા માનવને મળતો ન હોય !’

 

*સૂર્યભગવાને તરસ્યા અશ્વોને પાણી પાયેલી

માટલી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો તહેવાર

 

સૂર્ય ભગવાને વધારેમાં વધારે ઉષ્ણતા આપીને પૃથ્વી પરનો બરફ ઓગાળવા માટે સાધના (તપશ્ચર્યા) ચાલુ કરી. તે સમયે રથને જોડેલા અશ્વોને સૂર્ય ભગવાનની ઉષ્ણતા સહન ન થવાથી તેમને તરસ લાગી. તે સમયે સૂર્ય ભગવાને માટીની મટુકીમાંથી પૃથ્વી પરનું થોડું પાણી ખેંચી લઈને (જેમ કૂવામાંથી ઘડા દ્વારા પાણી કાઢીએ છીએ તેમ) અશ્વોને પાણી પાયું; તેથી સંક્રાંતના સમયે ઘોડાને પાણી પાયેલી માટલીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે માટીની માટલીઓ પૂજવાની પ્રથા ચાલુ થઈ. રથસપ્તમી સુધી સુવાસિનીઓ હળદરકંકુનું નિમિત્ત કરીને આ પૂજાયેલી માટલીઓનું વાયન (દાન) એકબીજાને ભેટ તરીકે આપે છે. આ ઘટના માટે કાળ સાક્ષીદાર છે.

 

તહેવારો, વ્રતવૈકલ્યો અને ધાર્મિક કૃતિઓ એટલે, સનાતન ધર્મએ ઈશ્વરપ્રાપ્તિ માટે આપેલી અણમોલ લહાણી !

 

જીવનમાંના દુ:ખો દૂર કરીને સતત સુખની શોધમાં ભમનારા મનુષ્યજીવને સાચું સુખ (આનંદ) એ કેવળ ધર્માચરણ દ્વારા જ મળે છે. દૈનંદિન પ્રંપચની જંજાળમાં વ્યસ્ત રહેનારા તમારા-મારા જેવા સંસારીઓ માટે ધર્માચરણની થોડીઘણી સંધિ ઉપલબ્ધ થાય છે, તે વિવિધ તહેવારો, ઉત્સવ, વ્રત, તેમજ નમસ્કાર, આરતી જેવી ધાર્મિક કૃતિઓના સ્વરૂપે જ. આ ધાર્મિક બાબતો ભક્તિભાવ વધારનારી, સાત્ત્વિકતા પ્રદાન કરનારી, સદગુણોની વૃદ્ધિ કરનારી અને કામનાઓની પૂર્તિ કરનારી છે. એ સિવાય આ ધાર્મિક બાબતોની મહત્ત્વની વિશિષ્ટતા એટલે, ઈશ્વરપ્રાપ્તિ કરી આપનારા યશોમંદિરના તેઓ સહેલાં સોપાન છે.

દશેરાને દિવસે વિદ્યાર્થીઓ પુસ્તકોનું પૂજન કરે છે, લક્ષ્મીપૂજનને દિવસે વેપારીઓ ત્રાજવું અને ચોપડા પૂજન કરે છે, આના જેવી કૃતિઓ પાછળનો હેતુ એ જ છે કે, સંબંધિત વસ્તુઓમાં ઈશ્વરનું રૂપ નિહાળવું, એટલે જ કે, ઈશ્વર સાથે એકરૂપતા સાધ્ય કરવાનો પ્રયત્ન કરવો. તહેવારો, વ્રત ઇત્યાદિને કારણે ઈશ્વરને જાણી લેવા, આ બાબત સર્વસામાન્ય માણસોને પણ સહેજે શક્ય બને છે.

એટલા માટે જ સનાતન ધર્મ માં આપણાં તહેવારો, વ્રત, ધાર્મિક કૃતિઓ ઇત્યાદિ તરફ ‘કેવળ વિશિષ્ટ ફળપ્રાપ્તિ થવા માટે કરવાનું કર્મ’ એવો સંકુચિત દૃષ્ટિકોણ રાખવાને બદલે, સનાતન ધર્મએ ઈશ્વરપ્રાપ્તિ કરી લેવા માટે આપેલી તે એક અમૂલ્ય એવી સોનેરી તક છે, એમ સમજો !

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page