રાજકોટ : રાજકોટ ખાતે બનનારી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડીકલ સાયન્સ નો લોગો જાહેર કરવામાં આવ્યો છે. રાજકોટ AIIMS દ્વારા ટ્વીટર પર લોગો જાહેર કરવામાં આવ્યો છે. આ લોગોમાં ગુજરાતની કલા અને સાંસ્કૃતિક ધરોહરનો સમાવશ કરવામાં આ આવ્યો છે.
જેમાં ખાદીનો ચરખો, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ગીરના સિંહ, ડોક્ટરનું પ્રતિક, ડાયમંડ, હિન્દ મહાસાગર, જ્ઞાનનું પ્રતિક પુસ્તક, દાંડિયા રમતું દંપત્તિ, લોગોની ફરતે બાંધણીની ડીઝાઇન, અને એક આરોગ્ય વિષયક સંસ્કૃત વાક્ય “सर्वे सन्तु निरोग्य:” અને બીજું શિક્ષણ વિષયક સંસ્કૃત વાક્ય “विद्या अमृतम् अश्नुते” નો સમાવેશ કરવામાં આવ્યો છે. આમ Rajkot AIIMS ના લોગોમાં ગુજરાતની મહત્વની બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.