કોરોના કાળમાં હવે દુનિયાને સાયન્સ, ટેકનોલોજી અને મેડિસિનની વેલ્યુ સમજાઈ ગઈ છે.સરકાર ગુજરાતની તમામ સરકારી હોસ્પિટલોને પણ હાઈટેક સુવિધાઓથી સજ્જ કરવાનો પ્રયાસ કરી રહી છે. જેના ભાગરૂપે ગુજરાતના જામનગર જિલ્લામાં આવેવી જી.જી.હોસ્પિટલને નવા MRI મશીનની ભેટ આપવામાં આવશે.

કોરોના કાળમાં હવે દુનિયાને સાયન્સ, ટેકનોલોજી અને મેડિસિનની વેલ્યુ સમજાઈ ગઈ છે. એજ કારણ છેકે, સરકાર ગુજરાતની તમામ સરકારી હોસ્પિટલોને પણ હાઈટેક સુવિધાઓથી સજ્જ કરવાનો પ્રયાસ કરી રહી છે. જેના ભાગરૂપે ગુજરાતના જામનગર જિલ્લામાં આવેવી જી.જી.હોસ્પિટલને નવા MRI મશીનની ભેટ આપવામાં આવશે. લાંબા સમયથી આ હોસ્પિટલમાં આ પ્રકારના આધુનિક મશીનની માંગણી હતી. દર્દીઓને પણ એમઆરઆઈ રિપોર્ટ માટે દૂર જવું પડતું હતું. સરકારના આ નિર્ણયથી દર્દીઓને મોટી રાહત મળશે.

જામનગરની જી. જી. હોસ્પિટલ ખાતે 18 કરોડના ખર્ચે નવું એમ.આર.આઈ.મશીન ખરીદવાની પ્રક્રિયા શરૂ દેવામાં આવી છે. પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી દર્દીઓની એમ.આર.આઈ. સુવિધા માટે જી.જી. હોસ્પિટલ અને વિઝન એમ.આર.આઈ. સેન્ટર, જામનગર વચ્ચે એમ.ઓ.યુ કરવામાં આવ્યા છે. જી.જી. હોસ્પિટલ જામનગર ખાતેના ગુરુ ગોબિંદસિંધ સરકારી હોસ્પિટલ રેડિયોલોજી વિભાગમાં રહેલ એમ.આર.આઈ. મશીન તા. ૧૬/૦૩/૨૦૨૧ નાં રોજ યાંત્રિક કારણોસર બંધ પડી ગયું હતું.

હોસ્પિટલ તંત્ર દ્વારા મશીન ઉપલબ્ધ કરાવતી કમ્પનીના એજીનીયર પાસે આ મશીન ચેક કરાવવામાં આવતા એન્જીનીયરના જણાવ્યા મુજબ એમ.આર.આઈ. મશીન જુનું હોવાથી કમ્પની દ્વારા હાલ મશીન માટેના કોમ્યુટર સોફ્ટવેરને લગતા પાર્ટ્સ હવે કંપની ઉપલબ્ધ કરાવી શકે તેમ નથી. તેમજ મશીન બંધ પડેલ હોવાથી તેને પુનઃ કાર્યરત કરવા અંગેની કંપની જવાબદારી લેતી નથી.

આ સ્થિતિમાં હવે જીજી હોસ્પિટલ દ્વારા નવું એમ.આર.આઈ મશીન કે જેની અંદાજીત કિંમત રૂ. 18 કરોડ જેટલી થાય છે તે ખરીદ કરીને જી.જી. હોસ્પિટલ ને ફાળવવામાં આવશે. આ અંગેની આરોગ્ય વિભાગમાં દરખાસ્ત કરવામાં આવેલ છે.

જામનગરની ગુરુ ગોબિંદસિંઘ સરકારી હોસ્પિટલમાં નવું એમ.આર.આઈ મશીન ફાળવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. બને એટલું ઝડપથી આ મશીન હોસ્પિટલમાં પહોંચી જાય અને દર્દીઓને વધારે હાલાકી ન થાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે.

 

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page