જામનગરમાં બપોર પછી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. કાલાવડ શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. બાગા, ખાંનકોટડા,બેરાજા, વાવડી સહિતના ગામોમાં વરસાદ પડી રહ્યો છે. જેમાં બુટાવદર ગામના રસ્તા પર નદી જેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે.
ભારે વરસાદના કારણે કાલાવડ શહેરના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે. જ્યારે જામનગરના ગ્રામીણ વિસ્તારોમાં 1 કલાકમાં દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. કાલાવાડ શહેરમાં વરસાદના આગમનથી લોકોને રાહત મળી છે. જો કે, ભારે વરસાદના પગલે ગ્રામીણ વિસ્તારના ખેડૂતોના પાકને નુકશાન થવાની ભીતિ સેવાઇ રહી છે.