જામનગર : આમ, મરી મસાલાનો ઉપયોગ રસોઇ બનાવવામાં થાય છે. જો કે, તમને જાણીને આશ્ચર્ય થશે કે, જામનગરના એક મૂર્તિકારે ગરમ મરી-મસાલામાંથી સર્જનહારનું સર્જન કર્યું છે.

જામનગરના બકુલ નાનાની વર્ષોથી અવનવી શ્રીજીની મૂર્તિઓ બનાવી રહ્યા છે. ત્યારે આ વર્ષે પણ તેઓએ કંઈક અલગ કરવાનું નક્કી કર્યું. અને તૈયાર કરી ગણેશજીની ઇકોફ્રેન્ડલી મૂર્તિ. 10 25 દિવસની મહેનત બાદ યુવાનોની આ મૂર્તિ તૈયાર થઇ છે.


મૂર્તિની વિશેષતાની વાત કરીએ તો, ગણેશની મૂર્તિમાં 15 થી 20 પ્રકારના મરીના મસાલા જેમાં 3 કિલો જીરું, 3.5 કિલો રાઈ, 5 કિલો ધાણા, 1 કિલો બદિયા, અડધો કિલો તજ, 1 કિલો લવિંગ સહિત મરી મસાલાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દશ દિવસ ધામધૂમ પૂર્વક ગણેશોત્સવ ઉજવ્યા પછી શ્રીજીની મૂર્તિનું દરિયામાં વિસર્જન કરાશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page