કોરોનાની અસર દરેક ક્ષેત્રેને થઈ છે. જેમાંથી શિક્ષણ વિભાગ પણ બાકાત નથી. હજુ પણ શૈક્ષણિક સંસ્થા પર કેટલાક પ્રતિબંધ છે. જેના કારણે શિક્ષણ માત્ર ઓનલાઈન કાર્યરત છે. ઓનલાઈન શિક્ષણ હોવા છતાં ખાનગી શાળાઓ દ્વારા તગડી ફીની વસુલાત કરવામાં આવે છે. જામનગર જીલ્લાના કુલ 6 તાલુકા ધોરણ 1થી 8 સુધીમાં 1,676 જેટલા વાલીઓ પોતાના બાળકોના એડમિશન ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં મેળવ્યા છે. તેવી સ્થિતીમાં ખાનગી શાળાઓની તગડી ફી ભરવી શકય ના હોવાથી વાલીઓ દ્વારા ખાનગી શાળાને છોડીને સરકારી શાળામાં બાળકોને પ્રવેશ લેવાનો નિર્ણય કર્યો.
ખાનગી શાળા છોડવાના કેટલાક કારણ પર નજર કરીએ તો હાલ ઓનલાઈન શિક્ષણ હોય તેમ છતાં ખાનગી શાળાઓ દ્વારા તગડી ફી વલુસવામાં આવતી હોય છે. જેમાં ધ્રોલ તાલુકામાં 124 વિદ્યાર્થી, જામજોધપુર તાલુકાના 162 વિદ્યાર્થી, જામનગર તાલુકાના 908 વિદ્યાર્થી, જોડીયા તાલુકાના 62 વિદ્યાર્થી, કાલાવડ તાલુકાના 133 વિદ્યાર્થી અને લાલપુર તાલુકાના 287 વિદ્યાર્થીઓ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે.
જેના કારણે અનેક વિદ્યાર્થીઓ ખાનગી શાળાને છોડીને સરકારી શાળામાં પ્રવેશ મેળવે છે. જામનગર જીલ્લામાં 6 તાલુકામાંથી કુલ 1,676 જેટલા વિદ્યાર્થીઓ ખાનગી શાળાને છોડીને સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. જે દરેક વાલી માટે ભરવી શકય ના હોય. તેમજ કોરોના અને લોકડાઉનના કારણે વેપાર-ધંધાને અસર થઈ છે તો કેટલાક નોકરીયાતની નોકરી છુટી જતા બેરોજગાર બન્યા છે.
ગત વર્ષે જામનગર જીલ્લામાં 1,400થી વધુ વિદ્યાર્થીઓએ ખાનગી શાળાને છોડીને સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો હતો. આ વખતે આ સંખ્યા વધીને 1,676 થઈ છે.