Sat. Oct 5th, 2024

જૂનાગઢ / કેશોદ સહિતના વિસ્તારમાં ધીમીધારે વરસાદ, ખેડૂતોમાં આનંદ

ગુજરાતમાં ચોમાસાની ધીરે ધીરે શરૂઆત થઈ છે. જેમાં જુનાગઢ ના કેશોદમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. જેના લીધે અસહ્ય બફારા વચ્ચે વાતાવરણમાં પલ્ટો આવતા લોકોએ રાહત અનુભવી છે. તેમજ વરસાદ આવતા જ ખેડૂતોમાં પણ આનંદ જોવા મળ્યો છે. જેમાં વાવણીમાં બાકી રહેલાં ખેડૂતો હવે મગફળીની વાવણી પણ શરૂ કરશે.આ ઉપરાંત જૂનાગઢના માંગરોળમાં ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ છવાયો હતો. આ વિસ્તારમાં ધોધમાર વરસાદની શરૂઆત થઇ હતી. જેના લીધે આ વિસ્તારના ખેડૂતોમાં ખુશી છવાઈ છે. તેમજ વરસાદ થતા ખેડૂતોના ઉભા પાકને જીવતદાન મળશે.


ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના શનિવારે ભારે વરસાદ પડી શકે છે. જેમાં સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠાના કેટલાક જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત ,ડાંગ અને તાપીમાં જ્યારે સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલીમાં પણ હળવાથી ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

 

Related Post

Verified by MonsterInsights