Wed. Sep 11th, 2024

જે દુકાનદાર વસ્તુની સાથે થેલીના પણ પૈસા કાપે છે તે થઈ જજો સાવધાન, આ વેપારીને 10 રૂપિયાની થેલી બદલ આપવા પડશે 1500 રૂપિયા

ગ્રાહક બાબતોની કોર્ટે કાપડના એક વેપારીને ગ્રાહકને એક થેલીના 10 રૂપિયા લેવાનું મોંઘુ પડ્યું છે. બદલામાં તેણે હવે 1,500 ની વળતર ચૂકવવાની રહેશે. સાથે જ, દુકાનદારે બેગના બદલામાં લીધેલા દસ રૂપિયાના આઠ ટકા વ્યાજ સાથે ગ્રાહક મૌલિન ફાદિયાને પૈસા પાછા આપવાના રહેશે.

ગ્રાહક બાબતોની કોર્ટે 29 જૂને પોતાના આદેશમાં માનસિક પ્રતાડના માટે 1000 રૂપિયા અને કાયદાકીય કાર્યવાહી માટે 500 રૂપિયાનું વળતર નક્કી કર્યું છે. આ વળતર 30 દિવસની અંદર દુકાનદારે ચુકવવાનું રહેશે. ફરિયાદીએ કોર્ટને કોર્ટને જણાવ્યુ હતું કે, તેણે 2,486 રૂપિયામાં આ કપડા ખરીદ્યા હતા.

Related Post

Verified by MonsterInsights