કેન્દ્ર સરકારે ફેબ્રુઆરીમા રજૂ કરેલા બજેટમાં બે સરકારી બેન્કોના ખાનગીકરણની જાહેરાત કરી હતી, હવે બેન્ક ખાનગીકરણ અંગે મહત્વનાં સમાચાર બહાર આવ્યા છે. રિપોર્ટ મુજબ સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડીયા, ઈન્ડીયન ઓવરસીઝ બેન્કમાં પોતાનો હિસ્સો વેચી શકે છે, પરંતુ હવે કેન્દ્ર સરકારે તેમાં બેન્ક ઓફ ઈન્ડીયાને પણ સમાવેશ કર્યો છે.
શેર પ્રાઈસને આધારે જોવા જઈએ તો સેન્ટ્રલ બેન્ક અને ઈન્ડીયન ઓવરસિઝ બેન્કની માર્કેટ વેલ્યુ 44,000 કરોડની છે જેમાં ઈન્ડીયન ઓવરસિઝ બેન્કની માર્કેટ વેલ્યુ 31,641 કરોડ રુપિયા છે.
નીતિ આયોગને ખાનગીકરણ માટે જાહેર ક્ષેત્રની બે અને એક વીમા કંપનીના નામની પસંદગી કરવાનું કામ સોંપાયું હતું. નાણાકીય વર્ષ 2021-22 ના બજેટમાં તેની જાહેરાત કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર બેન્ક ઓફ મહારાષ્ટ્ર અને ઈન્ડીયન ઓવરસિઝ બેન્કનું નામ લિસ્ટમાં સૌથી ટોચ પર છે.
કેન્દ્ર સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં ખાનગી ક્ષેત્રની કંપનીઓ અને નાણાકીય સંસ્થાનોમાં 1.75 લાખ કરોડ ભેગા કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. જાહેર ક્ષેત્રની બે બેન્કો અને એક સાધારણ વીમા કંપનીનું ખાનગીકરણ કરવું સરકારના આ લક્ષ્યનો હિસ્સો છે.
મોદી સરકારે તાજેતરમાં IDBI બેંકમાં પોતાનો હિસ્સો વેચવાનાં પ્રસ્તાવને મંજુરી આપી દીધી હતી, સરકારને આ નાણાકિય વર્ષમાં આ કામ પુરૂ કરવાની અપેક્ષા છે, ખાનગીકરણ માટે નીતિ આયોગની નજર એવી 6 બેન્કો પર છે જે મર્જરમાં સામેલ નથી તેમાં બેન્ક ઓફ ઈન્ડીયા, ઈન્ડીયન ઓવરસિઝ બેન્ક, સેન્ટ્રલ બેન્ક, બેન્ક ઓફ મહારાષ્ટ્ર, પંજાબ એન્ડ સિંધ બેન્ક તથા યુકો બેન્કનો સમાવેશ થાય છે.