Fri. Sep 20th, 2024

ટ્યુશન માટે ઘરે આવતા ધો.11ના વિદ્યાર્થીને તેની જ ક્લાસ ટીચર ભગાડી ગઈ!!!!

હરિયાણાના પાણીપત શહેરમાં એક લવ સ્ટોરીએ આજકાલ ચર્ચા જગાવી છે. જેની પાછળનુ કારણ એ છે કે, અહીંયા 11મા ધોરણના એક વિદ્યાર્થી સાથે તેની શિક્ષિકા ફરાર થઈ ગઈ છે.

આરોપ છે કે, ખાનગી સ્કૂલની ટીચર 17 વર્ષના વિદ્યાર્થીને ફોસલાવીને લાપતા થઈ ગઈ છે. આ શિક્ષિકાના છૂટાછેડા થઈ ચુકયા છે અને તે પિયરમાં જ રહે છે. વિદ્યાર્થીના પિતાએ પોલીસને આપેલી ફરિયાદામં કહ્યુ હતુ કે, મારો પુત્ર રોજની જેમ 29 મેના રોજ પણ બપોરે બે વાગ્યે શિક્ષિકાના ઘરે ટ્યુશન માટે ગયો હતો. એ પછઈ તે પાછો આવ્યો જ નહોતો. ટીચરના પરિવારજનોએ પહેલા તો કશું કહ્યુ નહોતુ પણ શિક્ષિકાના પિતાએ પાછળથી તેમની પુત્રી પણ ગૂમ હોવાનુ મને જણાવ્યુ હતુ.

હવે પોલીસે આરોપી ટીચર સામે અપહરણનો કેસ નોંધ્યો છે. પોલીસ આ બંનેની તપાસ કરી રહી છે. જોકે હજી સુધી તેમનો પતો લાગ્યો નથી. ગાયબ થઈ ગયા બાદ બંનેના મોબાઈલ સ્વિચ ઓફ છે.

પોલીસને થયેલી ફરિયાદમાં વિદ્યાર્થીના પિતાનુ એવુ પણ કહેવુ છે કે, મારો પુત્ર ધો.11માં ભણતો હતો. શિક્ષિકા તેની ક્લાસ ટીચર પણ છે. છેલ્લા બે વર્ષથી તે શિક્ષિકાના ઘરે ટ્યુશન માટે જતો હતો. લોકડાઉન દરમિયાન સ્કૂલ બંધ હોવાથી તે ચાર-ચાર કલાક શિક્ષિકા પાસે ટ્યુશન લેવા તેની ઘરે રહેતો હતો.

અચાનક જ 29 મેના રોજ બંને ગાયબ થઈ ગયા હતા. જોકે રસપ્રદ વાત એ પણ છે કે, બંને ઘરમાંથી કોઈ સામાન પણ લઈ ગયા નથી.

Related Post

Verified by MonsterInsights