ગુજરાતમાં વરસાદના પ્રથમ રાઉન્ડ બાદ બીજા રાઉન્ડના વરસાદની લોકો કાગડોળે રાહ જોઇ રહ્યાં છે. ત્યારે દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં લાંબા વિરામ બાદ ઘણા વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે.
તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તાપીના વ્યારા, વાલોડ અને ડોલવણ વરસાદ થયો છે. તેમજ લાંબા સમય બાદ વરસાદ પડતાં ખેડૂતોએ રાહત અનુભવી છે.