તામિલનાડુ: કુડલોરમાં ફટાકડાની ફેક્ટરીમાં થયો વિસ્ફોટ, અકસ્માતમાં 7 લોકોનાં મોત

256 Views

ચેન્નાઈ: તમિલનાડુના કુડલોરમાં આજે સવારે ફટાકડા ફેકટરીમાં થયેલા ભયાનક વિસ્ફોટમાં સાત લોકોનાં મોત નીપજ્યાં. વિસ્ફોટ બાદ બિલ્ડિંગમાં આગ લાગી. ઘણા લોકો ઘાયલ થયા છે. ઘટના સ્થળે પહોંચેલી પોલીસ અને ફાયરના જવાનોએ આગ પર કાબૂ મેળવ્યો છે અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા છે. ફેક્ટરીમાં આગ લાગવાનું કારણ હજી સ્પષ્ટ થયું નથી.

પોલીસના જણાવ્યા મુજબ શુક્રવારે રાબેતા મુજબ રાજ્યના કુડલોરમાં ફટાકડા ફેકટરીમાં કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન આગ ફાટી નીકળી હતી અને જોરદાર વિસ્ફોટ સાથે ભયાનક વિસ્ફોટ થયો હતો. આ બ્લાસ્ટથી આખો વિસ્તાર કંપાયો હતો. અવાજ ઘણા કિલોમીટર સુધી સંભળાયો. પોલીસે ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી.

કુડ્લોરના એસપી મુદ્રી અભિનવે જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં સાત લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *