Sat. Nov 2nd, 2024

‘તું પણ આયેશા જેમ વિડિયો બનાવ અને આપઘાત કરી લે’ પતિના આ શબ્દો સાંભળીને પરવીન હચમચી ગઈ, જાણો શું છે સમગ્ર મામલો

અમદાવાદ:, અમદાવાદ શહેરના શાહપુર પોલીસ સ્ટેશનમાં પરવીન ( નામ બદલ્યું છે)ના લગ્ન સમાજના રીતરિવાજ મુજબ કાસમ ( નામ બદલ્યું છે) સાથે થયા હતા. લગ્ન બાદ પરવીન સાસરે ગઈ ત્યારથી તેને વધુ ભણેલી હોવાથી નોકરી કરવા માટે સતત દબાણ કરવામાં આવતું હતું. પરણીને સાસરીમાં ગયા બાદ પરવીન જેમતેમ કરીને પોતાના દિવસો કાઢતી હતી. જ્યારે ઘરમાં કોઈ ના હોય ત્યારે પણ વધારાના કામ કાઢીને પરવીન પાસે કરાવવામાં આવતાં હતાં. તેની પાસે સતત દહેજ માટે પણ દબાણ કરવામાં આવતું હતું.

પતિના આપઘાત કરી લે એવા શબ્દો સાંભળીને પરવીન હચમચી ગઈ હતી ( પ્રતીકાત્મક તસવીર).
પતિના આપઘાત કરી લે એવા શબ્દો સાંભળીને પરવીન હચમચી ગઈ હતી ( પ્રતીકાત્મક તસવીર).

પતિના શબ્દો સાંભળીને પરવીન હચમચી ગઈ હતી
પરવીન સાસરિયાં અને પતિના સતત ત્રાસને કારણે કંટાળી ગઈ હતી. તેણે પિયરમાં પોતાની સાથે થઈ રહેલા અત્યાચાર અંગે વાત કરી હતી. દહેજ ભૂખ્યા સાસરિયાં તથા નજીકનાં સ્વજનો પણ પરવીન સામે શંકાની નજરથી જોતાં હતાં. ઘરમાં વધી રહેલા ઝગડાને કારણે કાસમે પરવીનને કહી દીધું હતું કે આયેશા જેવો વીડિયો બનાવ અને આપઘાત કરી લે. પતિના આ શબ્દો સાંભળીને પરવીન હચમચી ગઈ હતી. બાદમા તે પિયરમા રહેવા ગઈ હતી.

પતિના ત્રાસને કારણે પરિણીતા પિયરમાં રહેવા ગઈ હતી ( પ્રતીકાત્મક તસવીર)
પતિના ત્રાસને કારણે પરિણીતા પિયરમાં રહેવા ગઈ હતી ( પ્રતીકાત્મક તસવીર)

પરવીને શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
સાસરિયાં અને પિતાના સતત માનસિક અને શારીરિક ત્રાસને કારણે આખરે પરવીને શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેણે ફરિયાદમાં સાસરિયાં અને પતિ સતત રૂપિયા માટે દબાણ કરતાં હોવાની વાતનો ઉલ્લેખ કર્યો છે. એ ઉપરાંત તેણે ફરિયાદમાં એવું પણ લખાવ્યું છે કે તેના પતિએ તેને હેરાન કરવામાં તમામ પ્રકારની હદ વટાવી દીધી છે. પતિએ એટલે સુધી કહી દીધું હતું કે હવે તું આયેશાની જેમ વીડિયો બનાવીને આપઘાત કરી લે. પરવીનની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Related Post

Verified by MonsterInsights