દલિત છો? તો કસ્ટમરે ખાવાનું લેવાનો કર્યો ઈનકાર

0 minutes, 0 seconds Read

લખનઉમાં શનિવારે રાતે ઝોમેટો ડિલિવરી બોય પાસેથી કસ્ટમરે ખાવાનું લેવાનો ઈનકાર કરી દીધો હતો, કારણ એ હતું કે ડિલિવરી બોય દલિત હતો. આરોપ છે કે કસ્ટમરને ખબર પડી કે ડિલિવરી બોય દલિત છે તો તેણે તેની પાસેથી પાર્સલ લેવાનો ઈનકાર કરી દીધો હતો.

આટલું જ નહીં, તેણે પરિવારના લોકો સાથે મળીને ડિલિવરી બોયને ખૂબ માર પણ માર્યો હતો. આટલાથી તેમનું મન ના ભરાયું તો તેણે ડિલિવરી બોયના મોઢા ઉપર થૂંક્યું પણ હતું. આ સમગ્ર ઘટના લખનઉની આશિયાના વિસ્તારની છે.

પીડિતના કહેવાથી પોલીસે 2 નામજોગ અને 12 અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધી છે. જોકે પોલીસનું કહેવું છે કે ઘટના માત્ર મારઝૂડની છે. આશિયાનામાં રહેતો વિનીત રાવત ઝોમેટોમાં ડિલિવરી બોય છે. શનિવારે રાતે તેને આશિયાનામાં જ રહેતા અજય સિંહ નામના કસ્ટમરના ઘરે ડિલિવરી આપવા જવાનું હતું. તે ડિલિવરી લઈને પહોંચ્યો.

વિનીત પોલીસને લખાવેલી ફરિયાદમાં કહ્યું છે કે તેણે અજય સિંહને તેનું નામ વિનીત રાવત જણાવતાં તે તેના પર ગુસ્સે થઈ ગયા હતા. તેમણે ગાળો આપતાં કહ્યું હતું કે હવે અમે લોકો તમે અડેલો સામાન લઈશું? એટલે મેં તેમને કહ્યું, તમારે ખાવાનું ના લેવું હોય તો કેન્સલ કરી દો, પણ ગાળો ના આપશો.
ત્યાર પછી તેમણે ખાવાનું પેકેટ ફેંકી દીધું અને મારા મોઢા પર તમાકુ થૂંકી દીધી. જ્યારે વિનીતે વિરોધ કર્યો ત્યારે અજય સિંહ અને તેમના પરિવારે ડંડાથી તેને ખૂબ માર માર્યો. વિનીત જેમ-તેમ કરીને ત્યાંથી ભાગ્યો અને 112 નંબર પર ફોન કરી પોલીસની ટીમને બોલાવી. થોડી વારે પોલીસ પહોંચતાં તેણે વિનીતને તેનું બાઈક ત્યાંથી અપાવ્યું અને પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ નોંધાવી હતી.

author

Jantanews360 Team

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights