*અહેવાલ:- રિતિક સરગરા,અંબાજી*

બનાસકાંઠા જિલ્લાનો છેવાડાનો દાંતા તાલુકો દાંતા તાલુકા ની અંદર વિવિધ શાળાઓ આવેલી છે અને ચોક્કસપણે કહી શકાય શાળાના શિક્ષક એ સાચા ગુરુ છે અને બાળકનું ભવિષ્ય શિક્ષકના હાથમાં રહેતું હોય છે જ્યારે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાની બારવાસ પ્રાથમિક શાળાના શિક્ષક હેતલબેન દશરથભાઈ પટેલને શ્રેષ્ઠ શિક્ષક તરીકે જાહેર કરાતા ચોક્કસપણે કહી શકાય દાંતા તાલુકા નું ગૌરવ હેતલબેન દશરથભાઈ પટેલે વધાર્યું છે ચોક્કસપણે વાત કરવામાં આવે બનાસકાંઠા જિલ્લાના 24 જેટલા શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક તરીકે જાહેર કરવામાં આવ્યા છે જ્યારે બનાસકાંઠા જિલ્લાનો દાંતા આ તાલુકાની વાત કરાય તો છેવાડાનો તાલુકો ગણાતો હોય છે આ તાલુકાના બારવાસ પ્રાથમિક શાળાની શિક્ષક કોરોના કપરા કાળમાં પણ લોકોને સમજણ આપી બાળકોને શેરી શિક્ષણ આપી બાળકોની ભવિષ્યની સતત ચિંતા કરતા રહ્યા બાળકોને જે મદદરૂપ થયા છે તેને લઇ જિલ્લાના 24 જે શ્રેષ્ઠ શિક્ષક જાહેર કરાયા છે તેમાંથી દાતા તાલુકામાં પણ એક શ્રેષ્ઠ શિક્ષક જાહેર કરાતા દાંતા તાલુકાના શિક્ષકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ અખબારી યાદીમાં જણાવ્યું છે કે, જિલ્લા અને તાલુકા કક્ષાએ શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને રાજ્ય સરકાર દ્વારા પારિતોષિક એનાયત કરવામાં આવે છે. વર્ષ-૨૦૨૧ માટે બનાસકાંઠા જિલ્લામાંથી જિલ્લા અને તાલુકા કક્ષાના ર૪ શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-૨૦૨૧માં પ્રાથમિક વિભાગમાંથી ૨ શિક્ષકો પસંદગી કરવામાં આવી છે. જેમાં લાખણી તાલુકાની મોરાલ પ્રાથમિક શાળાના શિક્ષક સુખદેવરામ ઇશ્વરલાલ જોષી અને ભાભર તાલુકાની લાડુલા પ્રાથમિક શાળા શિક્ષિકા રમીલાબેન દાનાભાઇ મકવાણાને જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરાશે. સી.આર.સી./બી.આર.સી./કે.નિ./HTAT આચાર્ય વિભાગમાંથી દાંતીવાડા બી.આર.સી. કો.ઓર્ડિનેટર જીગર જયંતીલાલ જોશીને પારિતોષિક અપાશે.

 તાલુકા કક્ષાના શ્રેષ્ઠે પારિતોષિક ૨૧ શિક્ષકોને એનાયત કરવામાં આવશે. જેમાં પાલનપુર તાલુકાની સરીપડા પ્રા. શાળાના દલજીભાઇ વિરસંગભાઇ રાતડા અને ભૂતેડી પ્રા.શાળાના પરેશકુમાર બાબુભાઇ પુરોહિત, વડગામ તાલુકાની નાવીસણા પ્રા.શાળાના ભરતજી પરબતજી રાઠોડ અને સીસરાણા પે. કેન્દ્ર શાળાના દિલીપકુમાર હરગોવનભાઇ પ્રજાપતિ, દાંતા તાલુકાની બારવાસ પ્રા. શાળાના હેતલબેન દશરથભાઇ પટેલ, ભાભર તાલુકાની રણછોડપુર પ્રા. શાળાના મહેન્દ્રકુમાર છનાભાઇ રાવળ, લાખણી તાલુકાની માણકી પ્રા. શાળાના ભાવિકકુમાર સોમાભાઇ પટેલ અને મડાલ પ્રા. શાળાના રોશનીબેન સુરેશકુમાર જોશી, થરાદ તાલુકાની વડગામડા પ્રા. શાળાના રાયમલભાઇ ઉમાભાઇ પરમાર અને ઉંટવેલીયા પ્રા. શાળાના દિનેશભાઇ ધનાભાઇ ચૌહાણ, વાવ તાલુકાની ટડાવ પ્રા.શાળાના મયુરીબેન અક્ષયકુમાર પાધ્યા અને ઢેરીયાણી પ્રા. શાળાના રવજીભાઇ રૂપસીભાઇ કાંદળી, કાંકરેજ તાલુકાની રણવાડા પ્રા. શાળાના નિકુલકુમાર પ્રવિણચંદ્ર સથવારા અને ઉણ પે. કેન્દ્ર શાળાના સિધ્ધરાજસિંહ જયેન્દ્રસિંહ ઝાલા, દિયોદર તાલુકાની જાલોઢા પરા પ્રા. શાળાના લાલજીભાઇ બહેચરભાઇ સોલંકી અને જાડા પ્રા. શાળાના અલ્પેશકુમાર સોમાભાઇ પ્રજાપતિ, દાંતીવાડા તાલુકાની ભાખર મોટી પ્રા. શાળાના દિપીકાબેન નટવરલાલ પટેલ અને માળીવાસ પ્રા. શાળાના નટવરભાઇ ભીખાભાઇ પ્રજાપતિ, ડીસા તાલુકાની રસાણા પ્રા. શાળાના પ્રકાશકુમાર પાનાચંદ સોલંકી અને ડાવસ ૧ પ્રા. શાળાના નરસિંહભાઈ બાબુભાઇ સુથાર તથા અમીરગઢ તાલુકાની ઇકબાલગઢ પે. કેન્દ્ર શાળાના કમલેશકુમાર અમૃતલાલ મેજીયાતરની તાલુકા કક્ષાના પારિતોષિક માટે પસંદગી કરવામાં આવી છે.

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page