દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના વેલપૂરા. ગામ નજીક હાઇવે પર ટ્રક અને બસ વચ્ચે. અક્સ્માત સર્જાયો છે. બસમાં પેસનજરો હતાં ત્યાં પૂછ તાછ કરતા જાણ મલી છે કે બસ ની સામે ટ્રક ચાલતો હતો અને બસની બ્રેક બરાબર આવતી નહોતી અને ડ્રાઈવરની નીશકાળજીના લીધે બસ ટ્રક જોડે ઠોકાયી હતી અને તેમાં અંદર બેઠેલા પેસેન્જરો માંથી ૨ થી ૩ પેસેન્જરો ને હાથ પગ અને એકને માથાના સામે ભાગે વાગિયું હતું ત્યાં ઉભેલા બીજા પેસેન્જરોએ તરતજ ૧૦૮ ને જાણ કરીને તેમને સારવાર માટે ખસેડ્યા હતા.

આમ આવી રીતે અવાર નવાર એસ. ટી બસો દ્વારા અને પ્રાવિયેટ. વાહનો દ્વારા અક્સ્માતના બનાવો બની રહ્યા છે. આવી રીતે આજ રોજ આ જે અક્સ્માત બનીયો છે તેમાં બીજા પેસેન્જરો ને કોઈ ઈજાગ્રસ્ત થયા નહતાં.

અને આજે જે બસનું અક્સ્માત બનિયું છે તેમાં એસ. ટી. બસોમાં તપાસ કરતાં પેસેન્જરોની સેફ્ટી માટે ફર્સ્ટ એડ પણ હાજર રેહતું નથી. આવા બનાવો બને તેમાં તંત્ર જવાબદાર છે. જો હજી તંત્રમાં સુધારો ના આવે તો આવા બનાવો બનતાં રહેશે.

Leave a Reply

Your email address will not be published.

You cannot copy content of this page