દિલ્લીથી ધરપકડ કરાયેલ ISISના આતંકીની પૂછપરછમાં થયા આશ્ચર્યજનક ખૂલાસા !

43 Views

23 ઓગસ્ટના દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલએ ISISના શંકાસ્પદ આતંકી મોહમ્મદ ઉર્ફ અબ્દુલ યુસુફ ઉર્ફ અબુ યુસુફની (Abu Yusuf) ધરપકડ કરી હતી. તેની માહિતી દ્વારા સ્પેશ્યલ સેલની ટીમ ઉત્તર પ્રદેશના બલરામપુર (Balrampur) સ્થિત તેના ઘરેથી મોટી સંખ્યામાં વિસ્ફોટક અને બોમ બનાવવાનો સામાન જપ્ત કરવામાં સફળ રહી હતી. મુસ્તકીમના ઘરેથી 2 સુસાઇડ જેકેટ, 1 સુસાઇડ બેલ્ટ, વિસ્ફોટક સહીત કેટલાક ભયંકર સમાન મળી આવ્યા હતા.

ત્રણ લિથિયમ બેટરી, બે સિલિન્ડરના ખાલી બોક્સ, એક મીટર એમ્પીયર મળી, બે લોખંડ બ્લેડ એકબીજા સાથે જોડાયેલી, જે બંને બાજુથી વીજળીના તાર સાથે જોડાયેલ હતી. એક વાયર કટર, બે મોબાઇલ ચાર્જર, એક ટેબલ એલાર્મ, જે ઇલેક્ટ્રિકલ વાયર સાથે જોડાયેલ હતો, અને એક કાળી ટેપ ઘરેથી મળી આવી હતી. આ અનુસાર મુસ્તકીમ પાસેથી લગભગ 30 કિલો વિસ્ફોટકો મળ્યા છે. શુક્રવારે રાત્રે 2 પ્રેશર કૂકરમાંથી લગભગ 15 કિલો વિસ્ફોટકો મળી આવ્યા હતા. IED બ્લાસ્ટ કરવા માટે મુસ્તકીમે બલરામપુરમાં તેના ગામ બધાઈ શાહીના કબરિસ્તાનમાં એક નાનો વિસ્ફોટ કરી ટ્રાયલ પણ કર્યું હતું. તેણે ફિદાયીનમાં હુમલો કરવા માટે એક સુસાઇડ બેલ્ટ પણ તૈયાર કર્યું હતું. પોલીસે તેના ગામ સહીત 6 જગ્યા પર તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *