વર્ષ-1951 બાદ મે માસમાં પહેલીવાર ભારે વરસાદ તૂટી પડ્યો છે. વરસાદને લીધે ગરમી ગાયબ થઈ ગઈ છે. આના લીધે દિલ્હીમાં ભરઉનાળે લોકોને ઘરમાં પંખા અને એસી બંધ કરવાની નોબત આવી પડી છે.
ગુજરાતને ઘમરોળ્યા બાદ તાઉતે વાવાઝોડાએ રાજધાની દિલ્હીને બાનમાં લીધું છે. દિલ્હીમાં સતત બે દિવસથી ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. દિલ્હીમાં વરસતા વરસાદે 70 વર્ષનો રેકોર્ડ તોડયો હતો. આના લીધે તાપમાનમાં ભારે ઘટાડો નોંધાયો છે.
આ સિવાય દિલ્હીના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાથી લોકોને ગરમીમાં મોટી રાહત મળી હતી. ઉપરાંત દિલ્હીના નીચાળવાળા વિસ્તારોમાં પાણી ભરાતા ઠેર-ઠેર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં વરસાદ અને પવનની આગાહી કરી છે.