દિલ્હી : વડાપ્રધાન મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન એટલે કે ઈ-રૂપી લોન્ચ કરશે..ઈ-રૂપી એક પ્રીપેડ ઈ-વાઉચર છે. આ પ્લેટફોર્મને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એ વિત્તીય સેવા વિભાગ, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રાધિકરણ સાથે મળીને વિકસાવ્યું છે.


આ સોલ્યુશનનો મુખ્ય ઉદ્દેશ ઓનલાઇન પેમેન્ટને સરળ અને સુરક્ષિત બનાવવાનો છે. લોકો આ સેવાનો ઉપયોગ ક્રેડિટ-ડેબિટ કાર્ડ, પેટીએમ કે ફોન-પે જેવી ડીજીટલ પેમેન્ટ એપ અથવા તો ઇન્ટરનેટ બેન્કિંગના એક્સેસ વગર સરળતાથી પેમેન્ટ કરી શક્શે. સરકારની આરોગ્યલક્ષી યોજના અંતર્ગત લોકો ઉપયોગ કરી શકશે. ડિજિટલ ઈન્ડીયાની પહેલના ભાગરૂપે ઈ-રૂપીનું લોન્ચિગ કરવામાં આવશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page