દિલ્હી હાઈકોર્ટે ગુંજન સકસેના: ધ કારગીલ ગર્લની સ્ટ્રીમીંગને અટકાવવાની ના પાડી

230 Views

દિલ્હી હાઈકોર્ટે ગઈકાલે ‘ગુંજન સકસેના: ધ કારગીલ ગર્લ’ ના સ્ટ્રીમીંગને અટકાવવાની ના પાડી હતી. કેન્દ્રએ આ ફીલ્મના સ્ટ્રીમીંગને અટકાવવામાં આવે એવી અપીલ કરી છે. ઈન્ડીયન એરફોર્સનાં મહિલા પાઈલટ ગુંજન સકસેનાની લાઈફ પર આ ફીલ્મમાં પ્રકાશ પાડવામાં આવ્યો છે. જો કે ફિલ્મમાં એરફોર્સની છબીને ખરડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ફરિયાદ કરવામાં આવી છે. વિડીયો સ્ટ્રીમીંગ સર્વિસ નેટફલીકસ પર આ ફીલ્મ 12 ઓગષ્ટે રિલીઝ થઈ છે.

અપીલ પર થયેલી સુનાવણીમાં જસ્ટીસ રાજીવ શકધરે કેન્દ્રને સવાલ કર્યો હતો કે ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં અપીલ કેમ ન કરવામાં આવી. ફિલ્મ રિલીઝ થયા બાદ હવે એને ન અટકાવી શકાય. હાઈકોર્ટે ધર્મા પ્રોડકશન્સ, કરણ જોહર, હીરુ યશ જોહર, સીઈઓ અપૂર્વ મહેતા, ઝી એન્ટરટેઈનમેન્ટ, ડિરેકટર શરણ શર્મા અને નેટફલીકસ પાસે આ અરજી પર જવાબ માંગ્યો છે.

સાથે જ તેમનું એમ પણ કહેવું છે કે ભૂતપૂર્વ ફલાઈટ લેફટનન્ટ ગુંજન સકસેનાને પણ નોટીસ આપીને તેમનો જવાબ માંગવામાં આવે. આ મામલાની હવે આગામી સુનાવણી 18 સપ્ટેમ્બરે કરવામાં આવશે. બીજી તરફ સરકારનું પ્રતિનિધિત્વ કરનાર એડીશ્નલ સોલીસીટર જનરલ સંજય જૈને કહ્યું હતું કે ‘આ ફીલ્મે ભારતીય વાયુસેનાની છબીને ખરાબ કરી છે કેમકે ફીલ્મમાં દેખાડવામાં આવ્યું છે કે દળમાં જાતીય ભેદભાવ કરવામાં આવે છે, જે ખોટું છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *