Tue. Sep 17th, 2024

“ડૂબા પાકિસ્તાન”:વાદળ ફાટવાની ઘટનાથી સ્થિતિ વણસી

આ વર્ષે વરસાદી પૂરે ભારત સહિત પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ વિકટ પરિસ્થિતિ ઊભી કરી છે.ભારતમાં કાશ્મીરમાં વાદળ ફાટવાની ઘટના સામે આવ્યા બાદ, પાકિસ્તાનમાં પણ પૂરના કારણે પરિસ્થિતિ વણસી છે. પૂર્વ પાકિસ્તાની ખેલાડી શોએબ અખ્તરે ઇસ્લામાબાદમાં વાદળ ફાટવાને કારણે આવેલા પૂરની વીડિયો શેર કરી. આ વાયરલ વીડિયોમાં અનેક કાર પાણીમાં તણાતી નજરે પડી હતી.

 

 

પાકિસ્તાનમાં ઇસ્લામાબાદમાં વાદળ ફાટવાની ઘટનાના કારણે વિકટ પરિસ્થિતિનું સર્જન થયું છે. ઇસ્લામાબાદમાં પૂરની સ્થિતિ સર્જાતા લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ સાથે જ, લાખો રૂપિયાનું જાનમાલનું નુકસાન થવા પામ્યું છે. તંત્ર દ્વારા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ સાથે , લોકોને ઘરની બહાર ન નીકળવાની સૂચના પણ આપવામાં આવી હતી.

પાકિસ્તાનના DAWN ન્યૂઝ મુજબ, સરકારી તંત્ર દ્વારા મિસમેનેજમેન્ટના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હજુ પણ, ઇસ્લામાબાદ, પંજાબ અને પાકિસ્તાને પચાવી પડેલા કાશ્મીરમાં વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે. લોકો સોશિયલ મીડિયા પર આ ઘટના જોઈને, ત્યાં વસવાટ કરતા પરિવારની સુરક્ષા માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે.

Related Post

Verified by MonsterInsights