જીલ્લા ના સહિત વિભાગ ના વિવિધ સ્થળોએથી સવારે પાંચ વાગ્યાની વહેલી સવારે દુર્ગાવાહિનીના બહેનોએ નડાબેટ તરફ પ્રયાણ કર્યું સવારે દસ વાગ્યા સુધીમાં નડેશ્વરી માતાના મંદિરના પ્રાંગણમાં તમામ જિલ્લાના બહેનોએ ઉપસ્થિત રહી માતા નડેશ્વરી ની પૂજા અર્ચના કરી બી.એસ.એફના જવાનોને રક્ષાસૂત્ર બાંધી તેમના દીર્ઘ આયુષ્યની મંગલકામના કરી ત્યારબાદ મન્દિર પ્રાંગણમાં ભોજન લઈ ૧૫૦થી વધારે દુર્ગાવાહીની બહેનોએ ભારત પાકિસ્તાન બોર્ડર ઝીરો લાઇન પર જવા રવાના થઈ જ્યા બોર્ડર ઉપર તમામ બહેનોએ પુરા જોશ સાથે માઁ ભારતીના જયકારા સાથે સમગ્ર વાતાવરણ ને શૌર્યપૂર્ણ બનાવ્યું અને ત્યાં ફરજ પર ઉપસ્થિત તમામ આર્મીના જવાનોને રાખડી બાંધી સમર્પ્રીત રાષ્ટ્ર ભાવના સાથે વંદે માતરમ અને જય શ્રી રામ ના જય ઘોષ સાથે દુર્ગાવાહિનીના બહેનોએ સંકલ્પ કર્યો કે આગામી સમયમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત દુર્ગાવાહિની ના કાર્યક્રમો દરેક સ્થાન પર કરવામાં આવશે
જયારે બનાસકાંઠા જિલ્લામાં શુક્રવારના રોજ દુર્ગાવાહિની બનાસકાંઠા તથા મહેસાણા વિભાગ દ્વારા નડાબેટ બોર્ડર ખાતે રક્ષાબંધન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ માં દુર્ગાવાહિની માતૃશક્તિની બહેનોએ મોટી સંખ્યામાં પ્રખંડ, ખંડ, ઉપખંડમાંથી 150 કરતા પણ વધારે બહેનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો આ પ્રસંગે દુર્ગાવાહિનીના ક્ષેત્રિય સંયોજીકા યજ્ઞાબેન જોષીએ ઉપસ્થિત રહી સર્વે બહેનોને પ્રેરણા અને માર્ગદર્શન પુરુ પાડ્યું સાથે દુર્ગાવાહિની મહેસાણા બનાસકાંઠા વિભાગના સંયોજીકા ડૉ.અવનિબેન આલ, માતૃશક્તિ ઉત્તર ગુજરાત પ્રાંત સંયોજિકા કેસરબેન જોશી,થરાદ જીલ્લા સંયોજીકા હિનાબેન ત્રિવેદી,ડીસા જિલ્લા સંયોજિકા શિવાનીબેન જાટ, રાધનપુર જિલ્લા સંયોજિકા ભગીબેન પરમાર, પાટણ જિલ્લા સંયોજિકા અંશુબેન જોશી, પાટણ જિલ્લા ઉપાધ્યક્ષ અવનિબેન પ્રજાપતિ, મહેસાણા જિલ્લા સંયોજિકા વંદનાબેન પટેલ, માતૃશક્તિ સંયોજીકા જવનિકાબૅન, લાખણી પ્રખંડ સંયોજિકા માસુમબેન ત્રિવેદી, લેપાક્ષીબેન પટેલ, ભીલડી પ્રખંડ સંયોજિકા પ્રિયાબેન ઠકકર માતૃશક્તિ સંયોજિકા અંજુબેન તેમજ પાલનપુર જિલ્લાના માતૃશક્તિ ના બહેનોએ બહેનોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લઇ કાર્યક્રમને સફળ બનાવ્યો
કાર્યક્રમને સફળ બનાવવા થરાદ જિલ્લા મંત્રી હરેશભાઈ ભાટીયા, વિશેષમાં કિશનભાઈ ગોસ્વામી, થરાદ જીલ્લા બજરંગદળ સંયોજક તેમજ મહેસાણા-બનાસકાંઠા વિભાગનાં જિલ્લા મંત્રીઓ, વિશ્વ હિન્દુ પરિષદના તમામ પદાધિકારીઓનો સહકાર રહ્યો સમગ્ર કાર્યક્રમ નું આયોજન અને સંચાલન મહેસાણા-બનાસકાંઠા વિભાગનાં દુર્ગાવાહીની સંયોજિકા ડૉ. અવનિબેન આલ દ્વારા મહેનત કરી સુંદર કાર્યક્ર્મ ને સફળ બનાવવા મહેનત કરવામાંઆવી હતી..