દેવભૂમિ દ્વારકા : ગોમતીઘાટમાં અવારનવાર ડૂબી જવાના બનાવ બનતા હોય છે. થોડા દિવસો પહેલા લાલપુરનો એક યુવાન ડૂબી ગયો હતો અને ભારે જહેમત બાદ લાશ મળી હતી. આ બાદ ફરી એક વાર મહિલા ડૂબી જવાનો બનાવ બન્યો હતો. તંત્રની કોઈ બચાવ ટીમ હાજર ન હોવાથી ગોમતી ઘાટના કાંઠે વધુ એક પર્યટકનું જીવન જોખમમાં મુકાયું હતું.
ગોમતી ઘાટમાં પવિત્ર જળ લેવા ગયેલી મહિલાનો પગ લપસતા ડૂબી ગઈ હતી. પરંતુ સ્થાનિક વેપારના એક યુવકે ગોમતી ઘાટમાં કુદીને મહિલાને બચાવી લીધી હતી. મહિલાએ જીવ બચાવનાર સ્થાનિક મોતી વેચનાર અશોક નામના વ્યક્તિને 500 રૂપિયા રોકડ આપી સન્માન કર્યું હતું.