દ્વારકાધીશ મંદિરના શિખર ધ્વજ પર વીજળી પડવાની ઘટના સામે આવી છે. જેના કારણે શિખર પરની પાટલીના બે ભાગને નુકસાન પહોંચ્યું છે. જેના કારણે દ્વારકાધીશે ધ્વજને અડધી કાઠીએ ચડાવી પડી છે. શિખર પર રહેલા પાટલીના બે ભાગ પર બેસીને અબોટી પરિવાર ધજા ચડાવે છે. પાટલીને નુકસાન પહોંચતા અડધી કાઠીએ ધજા ફરાકવાની ફરજ પડી હતી.
દ્વારકા જિલ્લામાં ગઈકાલે વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ નોંધાયો હતો. ત્યાર બાદ દ્વારકા જગત મંદિર નજીક વીજળી પડવાના દ્રશ્યો સામે આવ્યા હતા. વીજળી દ્વારકાધીશ મંદિરના શિખર ધ્વજ પર પડતા ધ્વજા ખંડિત થઈ હતી. દ્વારકાધીશ મંદિરના શિખર ધ્વજ પર વીજળી પડવાનો વીડિયો પણ સામે આવ્યો છે.