Mon. Oct 7th, 2024

ધાણીખુટ ગામે કોરોના કાળમાં નિરાધાર બનેલા બાળકોને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા સહાય કીટ આપવામાં આવી

ફતેપુરા તાલુકાના ધાણીખુટ ગામમાં કોરોના કાળમાં બે બાળકોના માતા પિતા નું મૃત્યુ થતા બાળકો નિરાધાર બન્યા હતા આ બાળકોને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મયુર પારેખ ના માર્ગદર્શન હેઠળ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કે.વી. ચૌધરીના હસ્તે ધાણીખુટ પ્રાથમિક શાળામાં યુનિફોર્મ,પુસ્તકો સહિતની કીટ  અર્પણ કરવામાં આવી હતી

આ પ્રસંગે ધાણીખુટ પ્રાથમિક શાળાના આચાર્ય કલ્પનાબેન ભોઈ બીઆરસી રમેશભાઈ રટોડા તેમજ ગામના સરપંચ રમેશભાઈ મકવાણા તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

Related Post

Verified by MonsterInsights